________________
પ્ર. ૧. સમક્તિના અડસઠ ભેટ
કર્મને બંધ કેમ કરે? ઉત્તર- આરોગ્યને અથી છતાં મનુષ્ય ઈન્દ્રિયને વશ થઈ કુપથ્ય સેવે છે, તેથી રેગી બને છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ અને કષાને વશ પડેલે આત્મા પણ ભેગે દ્વારા કુપથ્થરૂપે કર્મોને બંધ કરે છે અને તેને ભેગવતાં દુઃખી થાય છે. જે આત્મા કંઈ કરે જ નહિ તે તેને સુખ-દુઃખ જન્મ -મરણ વિગેરે થાય જ નહિ, કારણ વિના કાર્ય બને નહિ, માટે તે કર્મોને બાંધે છે તેથી સંસારમાં સુખ-દુઃખાદિ ભેગવવાં પડે છે. અર્થાત્ આત્મા કર્તા છે. સાંખ્ય જે આત્માને અર્તા માને છે, તે મત આ રીતે મિથ્યા છે. એ ત્રીજું સ્થાન.
૪. આત્મા ભેતા છે.- કરેલાં કર્મોનાં ફળને આત્મા ભગવે છે, એ સર્વત્ર અનુભવસિદ્ધ છે. અન્યથા સુખ-દુઃખાદિ અનુભવ થાય જ નહિ. વળી જે કર્મોનું શુભાશુભ ફળ ભોગવવાનું જ ન હોય તે ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, વગેરે વિવેક મિથ્યા કરે. કઈ ગમે તેટલે ધર્મ કે અધમ કરે પણ તેનું ફળ ભેગવવાનું ન હોય તે ધર્મને ઉપાદેય અને અધર્મને હેચ માન, તે પણ મિથ્યા કરે. ધર્મ-અધર્મ કે પુણ્ય-પાપ વગેરેમાં હેય-ઉપાદેય વગેરે વિભાગ છે તે સુખ-દુઃખ જનક હોવાથી છે. જે કંઈ કર્મનું ફળ ભેગવવાનું જ ન હેય તે હેય-ઉપાદેયને વિભાગ જ શા માટે હેચ માટે આત્મા પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે, એ સ્પષ્ટ છે. આથી “જીવ અભેગી જ છે, એ માન્યતા મિથ્યા છે” એમ માનવું તે ચોથું સ્થાન.
૫. આત્માને મોક્ષ છે– આત્મા શુદ્ધ ચેતન દ્રવ્ય છે, છતાં તેને અનાદિ કાળથી સહજમળના કારણે રાગ-દ્વેષ થાય છે, તેનાથી કર્મોને સંયોગ થાય છે, તેના પ્રભાવે જન્મ, મરણ, શરીર, સંબંધીઓ, વગેરે વિવિધ સંગે થયા કરે છે. સંગને વિયેગ થાય જ, માટે સંયોગોને આત્યન્તિક વિશે અને તે વિયેગથી આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું, એ જ મેલ છે. જે મોક્ષ જ ન હોય, સદાચ બંધનમાં રહેવાનું જ હય, તે ધર્મ નિરર્થક બને અને દેવ-ગુરુ શ. પણ મિથ્યા કરે. માટે રોગીને રોગમુક્તિદ્વારા આરોગ્ય પ્રગટે, તેમ કર્મબદ્ધ આત્માને કર્મની મુક્તિદ્વારા જે સચ્ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપ પ્રગટે, તે જ મેલ છે. તેથી જે બુદ્ધના અનુયાયી એમ માને છે કે “દીપક બૂઝાયા પછી કંઈ રહે નહિ, તેમ આત્માને મિક્ષ થતાં કાંઈ રહે નહિ” તે મિથ્યા છે, જેમ રે.ગને નાશ થતાં આરોગ્ય પ્રગટે છે તેમ કર્મને નાશ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે, જે નિર્વાણ પછી કંઈ રહે જ નહિ, તે તેવા નિર્વાણથી શું હિત થાય? માટે નિર્વાણ એ આત્માના નાશરૂપ નથી પણ તેનું સંપૂર્ણ શુદ્ધિકરણ છે, તેથી ઉપાદેય છે અને તે થઈ શકે છે એમ માનવું તે સમકિતનું પાંચમું સ્થાન છે.
૬. મોક્ષના ઉપાયો છે- મિથાત, અવિરતિ, કષા અને ગે કર્મબંધદ્વારા જીવને સંસારમાં ભટકાવે છે, તેમ તેના પ્રતિપક્ષી ગુણે સમ્મદર્શને જ્ઞાન અને ચારિત્ર એ કર્મનિર્જરા દ્વારા સંસારથી મુક્ત પણ કરે છે. સમ્યગ્ગદર્શન– જ્ઞાન-ચારિત્રને સતત દઢ અભ્યાસ કરતાં