________________
પ્ર૧ સમ્યકત્વના બે બે પ્રકારે
૫૩
હોવાથી બધા સભ્યોને સામાન્યથી એક જ પ્રકાર ગણાય. તે દરેકના નિસર્ગથી અને અધિગમથી એમ પ્રાપ્તિના બે ઉપાયે હોવાથી બે પ્રકારે કહેવાય, વળી દ્રવ્ય અને ભાવ એમ પણ બે પ્રકારે થાય, તેમાં જીવમાં સામાન્યરૂચિ તે દ્રવ્ય સમકિત અને નય, નિક્ષેપ, પ્રમાણપૂર્વક જીવાદિ તના જ્ઞાનપૂર્વકની જિનવચન પ્રત્યે પ્રીતિ તે ભાવસમકિત જાણવું. (એમ સન્મતિ તર્ક ૨-૩ર ગાથામાં કહ્યું છે.) પંચ વસ્તુક ગા. ૧૦૬૩માં પણ કહ્યું છે કે “જિનવચન જ તત્ત્વ છે” એવી સામાન્ય રૂચિ તે દ્રવ્ય સમકિત અને તત્વને જણાવનાશ (નય, નિક્ષેપ, પ્રમાણ વગેરેથી શુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પરિશુદ્ધ તે ભાવસમકિત જાણવું. અહીં દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્ય, માટે જે ભાવસમકિતનું કારણ બને તે દ્રવ્યસમકિત કહેવાય. એથી જેઓની સામાન્ય રૂચિ “આ આમ જ છે” એવા એકાન્ત આગ્રહવાળી હોય તે એકાન્ત આગ્રહને કારણે ભાવસમકિતનું કારણ ન બનવાથી તેને સમકિત નહિ પણ અસદાગ્રહ જાણે. જિનવચનને પણ અનેકાન્તને બદલે એકાન્તરૂપે જ માને તે તે મિથ્યાત્વી જ મનાય. સન્મતિ તર્કની ૩-૨૮ ગાથામાં કહ્યું છે કે “જવનિકાય છ જ છે” એમ જકાર પૂર્વક માને તે પરમાર્થથી શ્રદ્ધા રહિત છે. કારણ કે સર્વ ને એક પ્રકાર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, એમ વિવિધ પ્રકારો પણ કહ્યા છે, છતાં માત્ર છ જ પ્રકારે માને તો મિથ્યા રૂચિ કહેવાય. સઘળાં જિનવચન અને કાતિક છે, જેમ કે “હિંસામાં અધર્મ છે” તેમાં પણ એકાન્ત નથી, અપ્રમત્ત મુનિની હિંસાને પણ અહિંસા અને પ્રમત્તની અહિંસાને પણ હિંસા કહી છે. એ રીતે જે વસ્તુ વર્તમાનમાં અગ્નિરૂપ નથી તેમાં પણ ભૂત-ભવિષ્યની અપેક્ષાએ અગ્નિ સંભવિત હોવાથી ઉપચારથી તેને અગ્નિ પણ માનવે જોઈએ. એમ પદાર્થમાત્ર અનંત પર્યાયાત્મક છે, માટે કઈ પદાર્થમાં એકાન્ત “આ આમ જ છે” એમ માનવાને આગ્રહ કરે તે મિથ્યાત્વરૂપ હોવાથી તેને દ્રવ્યસમકિત પણ કહેવાય નહિ. ઉત્તરા ધ્યયન નિર્યુક્તિ ગા. ૧૬૩ માં કહ્યું છે કે – કઈ જીવને તનું નય-નિક્ષેપાદિ પૂર્વક જ્ઞાન ન હોય, માત્ર “જિનવચન છે માટે સત્ય છે” એવી શ્રદ્ધા હોય, તેને કદાચ અનાગથી, સમજણના અભાવથી, કે છદ્મસ્થ ગુરુમાં વિશ્વાસ હોવાથી સમજણ અસત્ય પણ હય, તથાપિ તે દુરાગ્રહી ન હોય, દુરાગ્રહના અભાવે તેની ભૂલ સુધારી શકાય તેમ હોય, તેથી તે મિથ્યાત્વી નહિ પણ દ્રવ્ય સમકિતી ગણાય. તાત્પર્ય કે સત્યમાં પણ એકાન્ત આગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત્વ સમજવું. સમકિતીને તે સામાન્યરૂચિ કે વિશિષ્ટ રૂચિ બન્નેમાં મિથ્યાત્વને અનુદય હોવાથી આગ્રહ ટળી ગયો હોય. વળી નિશ્ચય અને વ્યવહાર એમ પણ સમક્તિ બે પ્રકારનું છે. (સમ્યકત્વ સ્તવ ગા. ૧૧ માં) કહ્યું છે કે- જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમકિત અને તેના હેતુભૂત સમતિના સડસઠ ભેદનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે તેનું યથા શક્ય પાલન, તે વ્યવહાર સમકિત છે. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેની એકતારૂપ નિશ્ચય સમકિતને ભાવચારિત્ર પણ કહેવાય. અહીં જ્ઞાનનું કાર્ય દર્શન, અને દર્શનનું કાર્ય ચારિત્ર છે. નિશ્ચયનયના મતે કારણ– કાર્યની સાથે હોય તે જ તેને કાર્ય મનાય. માટે અહીં નિશ્ચય