________________
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૨૨
સમ્યકત્વ પામ્યા પછી શેષ ગુણે ક્યારે પ્રગટે?— સમકિત પ્રાપ્તિ વખતે સાતે કર્મોની શેષ રહેલી દેશેન કેડીકેડ સાગરોપમ સ્થિતિમાંથી બેથી નવ પલેપમ સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ પ્રગટે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમ શ્રેણી અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે જીવને ક્ષપક શ્રેણી ગુણ પ્રગટે. આ હકિકત અપ્રતિપાતી સમકિતવાળો છવ કે જે દેવ અને મનુષ્ય જ થાય તેને અંગે જાણવી. કેઈ જીવ તે સમ્યકત્વ પામે તે જ ભવે દેશવિરતિ સર્વવિરતિ અને બેમાંથી કોઈ એક શ્રેણીને પણ પામે તેમાં શ્રપકશ્રેણી પામે છે તે જ ભવે મોક્ષે જાય અને ઉપશમ શ્રેણી પામે તે પણ ઉત્કૃષ્ટથી સાત કે આઠ ભવે મુક્ત થાય. એક જ ભવમાં બે શ્રેણી પામે નહિ.
પંચ સંગ્રહ ગા. ૭૭૯ માં કહ્યું છે કે દેવ કે નારકીનું આગામી ભવનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાચિક સમકિત પામેલ છવ મરીને દેવ કે નારક થાય, ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાય, ત્યારે ક્ષાયિક સમકિતીનાં ત્રણ ભવો થાય, સંખ્યાતા વર્ષનું મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમકિત પામે જ નહિ. પણ અસંખ્યાત વર્ષનું યુગલિક તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી ફાચિક સમકિત પામી શકે, તે જીવ મરીને યુગલિક થઈ દેવ બને અને ત્યાંથી મનુષ્ય બની મુક્તિને પામે, ત્યારે તેને ચાર ભવ પણ થાય. (વૃદ્ધવાદ છે કે- શ્રી દુષ્પસહ સૂરિજીને જીવ દેવનું આયુષ્ય બાંધ્યા પછી ફાચિક સમકિત પામી દેવ થયા છે, ત્યાંથી મનુષ્ય થશે, પણ પાંચમા આરાના છેડે ભરતક્ષેત્રમાં મુક્તિને એગ્ય સંઘયણાદિ સામગ્રીના અભાવે પુનઃ દેવ થશે અને ત્યાંથી પુનઃ મનુષ્ય થઈ મુક્તિને પામશે. એમ તેમને પાંચ ભવ પણ થશે. એ રીતે કૃષ્ણજીને પણ પાંચ ભ મનાય છે.) અર્થાત્ ક્ષાચિક સમકિતી ત્રણ ચાર કે પાંચ ભવ પણ કરે.
સમ્યકત્વને ઉપયોગ તે એક કે અનેક જીવોને આશ્રયીને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત સુધી જ હોય, કારણ કે એક જ ઉપગ અંતમુહૂર્તથી અધિક રહે નહિ. દર્શનમોહનીયના ક્ષયે પશમરૂપ લબ્ધિસમકિત તે એક જીવને આશ્રયીને જઘન્ય અંતમુહૂર્ત અને પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમસાધિક પણ છે. તે પછી મુક્તિ થાય અથવા સમકિત અવરાઈ જાય. અનેક જીને આશ્રયીને તે લબ્ધિથી સમકિત સર્વદા હોય, વળી એક જીવને આશ્રયીને સમ્યકત્વથી પડ્યા પછી પુના જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તીર્થકરાદિની ઘોર આશાતના કરે તો પણ અદ્ધપુદગલ પરાવર્ત સુધીમાં અવશ્ય પ્રાપ્તિ થાય. કારણ કે એકવાર જેને અંતમુહૂર્ત માત્ર પણ સમકિત સ્પશે, તે અદ્ધપુદ્ગલપરાવર્તમાં તો અવશ્ય મુક્તિને પામે જ. અનેક જીવોને આશ્રયીને તે સમકિતનું આંતરૂં હોય જ નહિ, ત્રણે લેકમાં સર્વદા સમકિતી જ હોય જ. વગેરે આવશ્યકની ટીકામાં સવિસ્તર જણાવેલું છે.
એ રીતે સમ્યત્વના પ્રસિદ્ધ પાંચ પ્રકારનું વર્ણન કર્યું, હવે બીજી રીતે પણ તેના પ્રકારે આ રીતે કહેલા છે. તત્ત્વથી સમ્યકત્વના દરેક પ્રકારે તત્ત્વની યથાર્થરૂચિ સ્વરૂપ