________________
ધર્મદશના દવાને વિધિ-કમ
૩૫
-
-
-
- - -
દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, એમ નિત્યાનિત્ય કહ્યા હોય, તે શા તાપશુદ્ધ જાણવું કારણ કે પદાર્થ નિત્યાનિત્ય (પરિણમી) હોય તે જ શુભાશુભ ક્રિયાથી તેની શુદ્ધિ કે અશુદ્ધિ થઈ શકે. આત્મા એકાત અનિત્ય-ક્ષણ વિનશ્વર હોય તે તેની ક્રિયાનું ફળ કોને મળે? અનિત્યવાદીના મતે તે ક્રિયા કરનાર છવ તે જ ક્ષણે નાશ પામે છે. પછી ક્રિયાનું ફળ જે તેના મતે બીજે ન ઉત્પન્ન થયેલે જીવ ભેગવે તે કૃતનાશ-અકૃતાગમ અર્થાત્ કર્તાને ફળને નાશ અને નહિ કરનારને લાભ થાય, એ કઈ રીતે ઘટિત નથી. વળી આત્માને એકાન્ત નિત્ય એટલે કે ફેરફાર થાય જ નહિ, એ માનવાથી પણ ક્રિયા નિષ્ફળ થાય, કારણ કે નિત્ય તે હેય તે જ રહે, તેમાં શુદ્ધિ-અશુદ્ધિ કંઈ પણ ફેરફાર થાય જ નહિ, એમ એકાન્ત નિત્ય કે અનિત્ય માનવાથી ક્રિયા નિષ્ફળ થાય, માટે જે શાસ્ત્રમાં આત્મા વગેરે પદાર્થોનું સ્વરૂપ નિત્યાનિત્ય (પરિણમી) જણાવ્યું હોય તે જ શાસ્ત્ર તા પશુદ્ધ જાણવું.
વળી કષ, છેદથી પણ તાપશુદ્ધનું મહત્વ છે. કેઈ સેનું કટીથી અને કાપવાથી પણ શુદ્ધ જણાય, છતાં તાપથી અશુદ્ધ હોય તે કષ–છેદની પરીક્ષા બેટી ગણાય છે, તેમ શાસ્ત્રમાં વિધિ-નિષેધે અને તેને અનુરૂપ કિયા કહેલી હોય છતાં આત્માદિ પદાર્થો એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય કહ્યા હોય તે એ દિયા નિષ્ફળ લેવાથી તેવું જણાવનાર શાસે પણ અશુદ્ધ ગણાય. ડાહ્યા માણસે બેટા-કૃત્રિમ સેનાને સાચું માનતા નથી, તેમ પંડિત પુરુષે કષ-છેદથી શુદ્ધ પણ તાપથી અશુદ્ધ હોય તે શાસ્ત્રને ગ્રહણ કરતા નથી.
એ રીતે શુદ્ધ શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રોતા પૂછે કે આવા શુદ્ધ શાસ્ત્રના પ્રરૂપક કેવા – કણ હોય તે તે પ્રમાણભૂત મનાય ? ત્યારે સમજાવવું કે જે છબસ્થ (અપૂર્ણ) હોવાથી પ્રત્યક્ષ-પરોક્ષ સર્વ પદાર્થોને પરિપૂર્ણ જાણી શકે નહિ, તેનું વચન પ્રમાણભૂત મનાય નહિ. કારણ કે તે જમાન્ય ચિત્રકાર જે ગણાય. જન્માધિનું ચિત્ર યથાર્થ હેય નહિ, તેમ અપૂર્ણ જ્ઞાનીનું વચન યથાર્થ સંભવે નહિ. માટે સંપૂર્ણ જ્ઞાનીને (સર્વજ્ઞનું) કહેલું શા જ પ્રમાણભૂત મનાય.
વળી એવા શાસ્ત્રને ઓળખવાના ઉપાયે સમજાવવા કે, જે શાસ્ત્રવચન બંધ-મોક્ષની સિદ્ધિ કરે તે શુદ્ધ સમજવું. અહીં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ કર્મબંધનાં કારણો છે, તેના દ્વારા આત્માની સાથે કર્મ પુદગલે લેખંડ અને અગ્નિ, કે દૂધ અને પાણીની જેમ એકમેક જોડાઈ જાય તે બંધ અને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા એ કર્મ પુદગલે આત્માથી સર્વથા છૂટે તે મોક્ષ. જે શાસ્ત્રમાં આ બંધ અને મેલ થઈ શકે તેવું જીવનું સ્વરૂપ નિત્યાનિત્ય જણાવ્યું હોય, વળી બંધ-મોક્ષની ઘટના માટે બધ્યમાન (આત્મા) અને બંધનરૂપ કર્મો પણ જણાવ્યાં હોય, તે શાસ્ત્ર શુદ્ધ ગણાય, તેમાં બધ્યમા એટલે મૂળ સ્વરૂપ કર્મથી આચ્છાદિત હેવાથી પરાધીન બનેલે અને તેથી એકેન્દ્રિયાદિ ચૌદ પ્રકારની અવસ્થાઓને ધારણ કરતે આત્મા, અને બંધન એટલે આત્માની સાથે ખીર-નીરની જેમ