________________
ધમસંગ્રહ સંક્ષિપ્ત સાર
ગ્રહણ કરવી તે ૭- રાક્ષસ વિવાહ, અને ઊંઘેલી કે પ્રમાદવશ બનેલી કન્યાનું અપહરણ કરવું તે ૮-પૈશાચ વિવાહ કહ્યો છે. આ ચારેય પ્રકારે અધર્મરૂપ છતાં વર-કન્યાની કોઈ નિમિત્ત કે અપવાદ વિના લગ્ન પછી પણ પરસ્પર રુચિ થઈ જાય છે તે પણ ધર્મરૂપ મનાય છે.
આર્ય આચારરૂપ આ વિવાહનું ફળ એગ્ય પત્નીની પ્રાપ્તિ, તેનાથી જન્મેલા સુજાત વગેરે ઉત્તમ પુત્ર-પૌત્રાદિ પરિવારહારા ચિત્તની શાંતિ, ઘરકાર્યોની વ્યવસ્થા, સ્વજાતિય આચારાની શુદ્ધિ, દેવસેવા, અતિથિ-સ્વજનાદિના સત્કાર-સન્માન તથા સર્વત્ર ઔચિત્યપાલન, વગેરે ઘણા લાભ સંભવિત છે.
૪. આંબાની ગોટલીમાંથી સદશ ગુણવાળી કેરી પાકે છે, તેમ જે પુત્ર પિતાના તુલ્ય ગુણવાળા પાકે તે સજાત, કાળા કે બીજેરાના નાના બીજમાંથી જેમ મોટું સુંદર ફળ પાકે છે તેમ પિતાના ગુણથી પણ પુત્ર અધિક ગુણવાળા પાકે તે અતિજાત, વડનું વૃક્ષ વિશાળ અને ઘટાદાર પથિકને સુંદર છાયા અ તેનું ફળ તુચ્છ પાકે છે, તેમ પિતાની અપેક્ષાએ પુત્ર હનગુણ પાકે તે કુજાત અને શેરડી કે કેળને ફળ આવતાં જ શેરડીને અને કેળને નાશ થાય છે, તેમ જે પુત્ર કુલઘાતક બને તે ફલાંગાર જાણવો. ઉત્તમ બીજ અને ભૂમિના ગે ઉત્તમ ધાન્ય પાકે તેમ કુલિન માતા-પિતાના ગે પુત્રો સુજાત-અતિજાત પકે છે અને હલકાં બીજ–ભૂમિના ગે ધાન્ય તુરછ પાકે તેમ હલકટ દંપતીથી સંતાન કુજાત અને કુલાંગાર પાકે છે. ધમ. સદાચાર, વિશ્વશાંતિ અને વિશ્વવ્યવસ્થા વગેરેની રક્ષાની મહાન જવાબદારી જે માનવજાતિની છે, તેને પોતાની તરછ કામ વાસનાની પ્રતિ માટે ગમે તે પતિ સાથે વિવાહ કરી અધમ કે પાપી સંતાનને પકવી તેના દ્વારા વિશ્વમાં પાપને વધારવાને કોઈ અધિકાર નથી. એવી સંતતિને પકવી જગતમાં પાપ વધારવાં તે વિશ્વને દ્રોહ છે, આ દેહથી સંસાર વધે છે. આ કારણે લોકિક શાસ્ત્રોમાં સપુત્રથી સગતિ અને કુત-કુલાંગાર પુત્રથી માતા-પિતાની દુર્ગતિ કહી છે. જૈન દર્શનમાં તે એથીય આગળ વધીને આબાલબ્રહ્મચારી રહી સંતશિષ્યોને પકવવા એ મનુષ્યને પ્રથમ માર્ગ છે અને તેવી શક્તિ કે સત્વના અભાવે બીજો માર્ગ વિધિપૂર્વકના વિવાહઠારા સદાચારી ધાર્મિક સંતતિનું વિશ્વને દાન કરવું તે છે. તે માટે પૂર્વ કાળે નાની વયમાં માતા-પિતાદિએ વર કન્યાના સંબંધ કરવા, તે પછી કન્યાનું લોહી બદલવા-હદય પલટે કરવા પિતા ધનિક હેય નાં વર્ષો સુધી શ્વસુર પક્ષ તરફથી વાર-તહેવારે કન્યા માટે વસ્ત્રો-અલંકારે, અને મિષ્ટ ભોજન મોકલવાં, કન્યાનાં માન-સન્માન કરી પિતાની બનાવવી અને તે પછી જ લગ્ન કરવાં, વગેરે આર્ય સંસ્કૃતિને મહિમા સમગ્ર વિશ્વને અતિ હિતકર હતું. એથી ગૃહસ્થાશ્રમમાં આત્મીયતા સુખ–શાન્તિવિનય સેવા વગેરે ઘણું લાભ થતા, વર્તમાનમાં અનાર્ય શિક્ષણ અને અનાર્ય સંસ્કૃતિએ માનવની આ સંપત્તિને નાશ કરવાથી લગ્ન થતાં જ માતા-પિતા પોતે પાળી પિષીને ઉછેરેલાં વહાલાં પુત્ર-પુત્રીને ગૂમાવે છે અને વૃદ્ધાવસ્થામાં તે સંતાને નિરાધાર-અનાથ બની નસાસા નાખતા મરવું પડે છે. સંયુક્ત કુટુંબનું સુખ નાશ થઈ રહ્યું છે, બધા પિતાના તુરછ સ્વાર્થને જ દેખે છે. જેના પરિણામે ભારતનું જ નહિ, સમય વિશ્વનું હિતકર બ્રહ્મચર્ય રત્ન અને શિયળ નાશ થઈ રહ્યું છે. વગેરે સમજીને આર્યસંસ્કૃતિને આદર કર તે હિતકારી છે.