________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યોમાં આલેચના
૨૮૭
આલોચનાચાર્યને વેગ ન મળે તે કાળથી બારવર્ષ અને ક્ષેત્રથી સે (અથવા સાતસો) યોન સુધી ધવા પણ અગીતાર્થ પાસે આલોચના ન કરવી. અહી ગ્ય આચનાચાર્ય અભાવે સંવિગ્ન, કૃતવેગી વગેરેને ગૌણ કરીને પણ ગીતાર્થની શોધ કરવા કહ્યું, તેમાં આશય એ છે કે આલેચનાચાર્ય ગીતાર્થ તે હવા જ જોઈએ.
૩. આલોચના - આસેવનાદિ કમ- આલોચના બે પ્રકારે દેવાય, એક દેશે જે કમથી સેવ્યા હોય તે આસેવનાક્રમથી અને બીજી જે દેશનું પ્રાયશ્ચિત્ત નાનું હોય તે પહેલા. તેથી અધિક પ્રાયશ્ચિતવાળા પછી, એમ ઉત્તરોત્તર અધિક પ્રાયશ્ચિતવાળા દે પછી પછી જણાવવા, તે વિકટનાક્રમ કહેવાય. તેમાં આલેચક ગીતાર્થ હોય તો તેને ન્યૂનાધિક પ્રાયશ્ચિત્તનું જ્ઞાન હોવાથી તે વિકટના ક્રમથી આલેચે અને અગીતાર્થ હોય તે આસેવન કમથી, એમ બે ક્રમથી આલોચના અપાય.
૪. આલોચનામાં સમ્યકપણું - દેવ સેવનારે જે જે ભાવથી દેષ સેવ્યા હોય તે ભાવ સમ્યગ જણાવવા તે સમ્યપણું કહેવાય. આકુદી, દપ, પ્રમાદ, કલ્પ, વગેરે આલોચનાના દે હેવાથી જયણ પૂર્વક, કે આકસ્મિક પ્રસંગે અજયણાથી, વગેરે જે જે ભાવથી જે રીતે અપરાધ સેવ્યા હોય તે રીતે યથાર્થ જણાવવું જોઈએ. તેમાં -
સમજવા છતાં વિના કારણ ઇરાદાપૂર્વક દોષ સેવવો તે આકુટ્ટી, આચાર વિરૂદ્ધ દેડવું, કૂદવું, ભીંત ઓળંગવી, વગેરે દર્પ, પાંચ પ્રકારનું પ્રમાદ, કે વિસ્મૃતિ, અનુપયોગ, વગેરે પ્રમાદ, કઈ મારી-મરકી વગેરે પ્રસંગે કલ્પ હોવાથી જયણ પાળીને સેવેલા અને અગ્નિસર્ષ વગેરેના ઉપદ્રવ પ્રસંગે સંભ્રમથી અજયણાથી સેવેલા, એમ જે દોષો જે રીતે સેવ્યા હોય તે યથાર્થ જણાવવા.
આચના જે સમ્યગ થાય તો કેટલુંક પ્રાયશ્ચિત આચના કરતાં જ થઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- જેમ બાળક કાર્ય અકાર્યના વિચાર વિના જેવું જાણે તેવું સરળતાથી બેલે, આલેચકે પણ તે રીતે આલેચના આપવી જોઈએ. માયા મોટાઈ વગેરે છોડીને, વૃદ્ધિ પામતા સંવેગ અને પુનઃ તેવું પાપ નહિ કરવાના નિર્ણય પૂર્વક આલેચના આપવાથી આલોચના આપતાં જ ઘણું પાપ ખપી જાય છે.
પ. દ્રવ્યાદિ શુધિ- શુદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગ મેળવીને આલોચના કરવી. કારણ કે- ઉત્તમ નિમિત્તો ઉત્તમભાવનું કારણ બને છે. તેમાં
' (૧) ઉત્તમ દ્રવ્યો – વડ, ચંપક, અશોક, આબ, વગેરે સારા વર્ણ-ગંધ-રસવાળાં વૃક્ષની નીચે આલોચના આપવી.
(૨) ઉત્તમ ક્ષેત્ર- જિનમંદિર, શેરડીનું કે ડાંગરનું ક્ષેત્ર અને ઊંડું આવર્તવાળું જળાશય, વગેરે પ્રશસ્ત સ્થળે આલે ચના આપવી.