________________
ધર્મ સંગ્રહ ગુ. ભાવ સારોદ્ધાર ગાથા ૬૮
આલેચક આલોચનાની ભાવનાથી ગુરુ પાસે જતાં વચ્ચે જ મૃત્યુ પામે તો પણ તે આરાધક બને છે.
આલેચના અંગે અપવાદ જણાવ્યું છે કે સાધુ અથવા શ્રાવકે ઉત્સર્ગથી નિયમ આલોચના પોતાના ગરછમાં મુખ્ય આચાર્ય પાસે, તે ન હોય તે ઉપાધ્યાય, તેના અભાવે પ્રવર્તક, તેના અભાવે સ્થવિર, સ્થવિરના અભાવે ગણવછેદક પાસે કરવી. પિતાના ગચ્છમાં એ પાંચ પૈકી એકને પણ વેગ ન હોય તે એક સામાચારીવાળા સાંગિક અન્ય ગચ્છના આચાર્યાદિ, પુર્વ પુર્વના અભાવે ઉપાધ્યાયાદિ ઉત્તરોત્તર પાસે કરવી. એ પણ ન હોય તે અસાંગિક (ભિન્ન સામાચારીવાળા) પણ સંગીઓના અન્ય ગચ્છમાં, એ કમથી કરવી. તે પણ વેગ ન હોય તે ગીતાર્થ સસ્થા પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપી પાસે અને તે પણ ન હોય તે ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે કરવી. તેમાં -
સફેદ વસ્ત્રધારી, મસ્તકે મુંડન કરાવનાર, રજોહરણ વિના શેષ સાધુવેશધારી, ચતુર્થવ્રત વિરાધક છતાં સ્ત્રી વિનાને ભીક્ષાથી જીવનારે તે સારૂપિક જાણ. માથે ચેટલી રાખીને સ્ત્રી સાથે રહેનાર સિધપુત્ર અને સંપૂર્ણ વેશ છોડીને ઘરબારી (ગૃહસ્થ) બને તે પશ્ચાદ્ભૂત કહેવાય. તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંવેગી ગુરુના અભાવે ગીતાર્થ પાસસ્થા કે સારૂપી વગેરેની પાસે આલોચના કરવી પડે તો તેઓને પણ ગુરુની જેમ વંદન વગેરે વિધિ કરે, કારણ ધર્મનું મૂળ વિનય છે. તે પાસત્થા વગેરે ગીતાર્થ હોવાથી વંદન ન સ્વીકારે તે પણ આસન કરી આપવું અને પ્રણામરૂપે પણ નમસ્કાર કરવો. પણ પશ્ચાત્કૃત પાસે આલોચના કરવી પડે તે તેટલા સમય પૂરતું તેને સામાયિક ઉચ્ચરાવીને વેશ આપીને વિધિથી આલેચના કરવી.
એ રીતે પાસસ્થાદિ ગીતાર્થને પણ વેગ ન મળે તે ગુણશૈલચૈત્ય વગેરે ઉદ્યાનમાં પ્રભુ મહાવીર દેવ તથા શ્રી ગણધર ભગવંતોએ અનેક જીવને પ્રાયશ્ચિત આપેલાં જે શાસનદેવીએ જેયાં હતાં તેને અઠ્ઠમ તપથી પ્રત્યક્ષ કરી તેની સન્મુખ આલેચના આપવી, તે શાસનદેવી આવી ગઈ હોય તેના સ્થાને બીજી ઉત્પન્ન થઈ હોય તે અઠ્ઠમ તપથી પ્રત્યક્ષ લાવી પિતાના દોષે તેને કહેવા, પછી તે વિહરમાનજિન પાસે જઈ પ્રાયશ્ચિત લાવે તે સ્વીકારવું. તેમ પણ ન બને તે શ્રી જિનપ્રતિમા સન્મુખ સ્વયં આચના કરી પ્રાયશ્ચિત સ્વીકારવું. અને તે પણ ન બને તે ઈશાન સન્મુખ રહી શ્રી અરિહંત અને સિદ્ધોની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના વિના રહેવું નહિ, કારણ કે શલ્યવાળો જીવ આરાધક બનતું નથી.
એમ આલેચના ગીતાર્થ પાસસ્થાદિ પાસે કરવી પણ અગીતાર્થ પાસે નહિ. કારણ કે અગીતાર્થ ચારિત્રની શુદ્ધિના ઉપાયને (પ્રાયશ્ચિત્ત) અજાણ હોવાથી ન્યૂનાધિક આપે, તેથી પોતે સંસારમાં ડૂબે અને આલેચકને પણ ડૂબાડે. માટે જ કહ્યું છે કે- “ગીતાર્થ