________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક ક
.
૨૮૩
વાટકીઓ, પાટીઓ, કલમ, મણિ, મોતી, પરવાળાં, રોકડ નાણું, તાજાં ઉત્તમ ફળે, વિવિધ પકવાશ, વિવિધ અનાજ, ખાદિમ, સ્વાદિમ તથા કાપડ વગેરે વસ્તુઓની હક નવકારમહામંત્રનું ઉદ્યાપન કરવું. ઉપધાનપૂર્વક માળ પહેરીને આવશ્યક સૂત્રનું ઉદ્યાપન કરવું. બીજા પ્રકીર્ણક ગ્રન્થના ઉદ્યાપન પણ તેની ગાથા-સંખ્યા પ્રમાણે કરવાં, જેમ કે ઉપદેશમાલાની ગા૫૪૪ છે, તે તેટલા લાડુ, ફળે, નેવેદ્ય, રેકડ વગેરેની ભેટ કરવી. એ રીતે જ્ઞાનનાં વિવિધ ઉદ્યાપને થાય. તથા અંદર ના મહેર મૂકીને તૈયાર કરેલા લાડુની લ્હાણી કરીને શાસનપ્રભાવને રૂપ દર્શન ઉદ્યાપને પણ વિવિધ રીતે થાય. અને જ્ઞાનપંચમી આદિ તે તે તપના ઉપવાસની સંખ્યા જેટલાં ફળે, નૈવેદ્ય, રેકડ નાણું, વાટકીઓ, વગેરે સ્વશક્તિ અનુસાર ભેટ કરીને તપનું ઉદ્યા પન થાય. તે પૈકી પ્રતિવર્ષે ઓછામાં ઓછું એક તે કરવું જ.
૧૦. તીર્થ પ્રભાવના – જૈન શાસનની શોભા માટે પ્રતિવર્ષે ઓછામાં ઓછા એક ગુરુને નગર પ્રવેશ મહત્સવ વગેરે દ્વારા શાસનપ્રભાવના કરવી. જો કે ગુરુ પિતાના ગૌરવને ન ઈછે, પણ શાસન પ્રભાવના માટે શ્રાવકે વિવિધ વાજિંત્રો વગેરે આડંબેર પૂર્વક શ્રી સંઘ સહિત ગુરૂની સામે જવું, ગુરુ આદિ શ્રી સંઘને સત્કાર કરે, વગેરે ગુને નગરપ્રવેશ મહત્સવ કરે જઈએ. એમ ગુરુભકિત કરવાથી ચિર કાલનાં પણ પાપકર્મો નાશ પામે છે. તત્વથી આ ગૌરવ ગુના જ્ઞાનાદિ ગુણોનું છે, અને શાસ્ત્રમાં ગુણનું બહુમાન કરવાનું કહ્યું છે, તેથી તે પડિમાધારી સાધુ પડિમા પૂર્ણ કરીને આવે ત્યારે રાજાદિને પિતાનું આગમન જણાવે અને તેણે કરેલા પ્રવેશ- મહેસૂવપૂર્વક નગરપ્રવેશ કરે, એમ વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે. અપુર્વજ્ઞાન ભણવાથી, શ્રુતની ભક્તિથી અને શાસન પ્રભાવનાથી તીર્થકર નામ-કર્મ બંધાય છે. શાસ્ત્રમાં પ્રભાવનાને ભાવનાથી પણ એ કારણે અધિક કહી છે કારણ કે, ભાવનાથી સ્વહિત અને પ્રભાવનાથી સ્વ-પર હિત થાય છે.
૧૧. શોધી- શેધી એટલે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ, ગુરુને ગ હોય તે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તે પ્રાયશ્ચિત્ત લેવું જ જોઈએ, કે જેથી ક્રમશઃ શુદ્ધ થતો આત્મા આરિસાની જેમ ઉજવળ થાય. આવશ્યક નિર્યુકિતમાં તે કહ્યું છે કે દર પાક્ષિકમાં અને દર ચોમાસામાં ગુરુ પાસે નિયમ આલેચના આપવી જોઈએ અને પુર્વે સ્વીકારેલા નિયમ અભિગ્રહ જણાવીને પુનઃ સવિશેષ સ્વીકારવા જોઈએ. તેમાં મન-વચન-કાયાથી જે જે અકાર્યો ક્ય હોય તે (આeસર્વને શુદ્ધ ભાવથી (લેચના=) પ્રગટ રૂપે (ગુરુને) જણાવવાં તે “આલોચના કહેવાય.
આલેચના જીવનમાં મહત્વની આરાધનારૂપ છે, તેથી તેનું વર્ણન અહીં શ્રાદ્ધજિત કલ્પને અનુસારે કહીયે છીએ. આચનામાં ૧. આલોચક, ૨, આલેચનાચાર્ય, ૩. આલોચના કમ, ૪. સમ્યગ અને પ. દ્રવ્યાદિશુદ્ધિ, એમ પાંચ દ્વાર કહ્યાં છે. તેમાં–