________________
૨૮૨
ધર્મસંહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગાથા - ૬૮
કરે. અને ઘેર પહોંચી શાસનદેવતા આવાનને મહત્સવ કરે. સર્વ સંઘને ભેજનાદિથી સત્કારી વિસર્જન કરશે. અને અમુક વર્ષ સુધી દર વર્ષે તે તિથિએ ઉપવાસાદિ તપ કરી તે દિનને આરાધ.
આ યાત્રા કલ્યાણક દિવસોમાં વિશેષ લાભકારક કહી છે, માટે રથયાત્રાદિ તે દિવસમાં કરવું. દર્શનાચારના આઠ આચારોમાં પ્રભાવના સર્વશ્રેષ્ઠ છે. પ્રભાવના રહિત શેષ સાતે આચાર પ્રાયઃ નિષ્ફળ છે, અને આ યાત્રા ત્રિક પ્રભાવનાનું કારણ છે. તેથી તેને પ્રયત્ન સર્વોત્તમ કહ્યો છે.
૪. જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ – શ્રી જિનેશ્વરના જન્મ-કલ્યાણકની આરાધનારૂપ સ્નાત્રપૂજા પણ દરરોજ કરવી, ન બને તે પર્વદિવસોમાં અને તેટલું ન બને તે વર્ષમાં એક પણ ગીત-વાજિંત્ર વગેરે આબરપૂર્વક સર્વ સામગ્રી સહિત કરવી. શ્રી સંઘને નિમંત્રણ કરીને સર્વ સાથે શ્રી જૈનશાસનની મહત્તા શોભા વધે તે રીતે કરવી.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ- દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિ વર્ષે શક્તિ અનુસાર ઈન્દ્રમાળા કે ઉપધાન વગેરેની માળા (ઉછામણીથી) પહેરવી. તથા સંપત્તિ અનુસાર પ્રતિમાને મુગટ વગેરે નવાં આભરણ, ચંદરવા, પુઠીયા વગેરે ભેટ કરવાં.
૬. ૭. મહાપૂજા તથા રાત્રી-જાગરણ– પ્રભુના પ્રત્યેક અંગે આભરણ ચઢાવવાં, વિશિષ્ટ અંગરચના કરવી, લલાટે આડ રચવી, પુષ્પનાં ઘર-મંડપ કરવા, પાણીના ફૂવારા, વિવિધ સુંદર ગીત-નૃત્ય-વાજિંત્ર, વગેરે આડંબર સહિત પ્રતિવર્ષે મેટી (૧૦૮ પ્રકારી વગેરે) પૂજા ભણાવવી. તથા પ્રભુના કલ્યાણક દિવસે, તપની પૂર્ણાહૂતિ પ્રસંગે, ગુરુની દીક્ષા કે નગર પ્રવેશ દિવસે, તીર્થયાત્રા કે ઉપધાનની માળા પરિધાનના દિવસે, ઈત્યાદિ પ્રસંગે મોટા મેળાપૂર્વક, પ્રભુની સન્મુખ તેમના ગુણગાન વગેરે, પ્રતિવર્ષે ઓછામાં ઓછું એક ધર્મ રાત્રી જાગરણ કરવું.
૮. શ્રુતપૂજા- શ્રુતજ્ઞાનનાં સાધન-પુસ્તકાદિની બરાસ, વાસ વગેરેથી માત્ર પૂજા કરવી તે તે પ્રતિદિન પણ શક્ય છે, છતાં તેટલું પણ સામર્થ્ય ન હોય તેણે ઓછામાં ઓછી પ્રતિવર્ષે એકવાર તે અવશ્ય કરવી.
૯. ઉદ્યાપન - મહામંત્ર શ્રીનવકાર, આવશ્યક સૂત્રો, ઉપદેશમાલા, વગેરે જ્ઞાનનું, તે તે દર્શનશુદ્ધિના કાર્યનું, તથા વિવિધ તપની આરાધનાનું પણ ઉદ્યાપન શાસ્ત્રમાં કહેલું છે. જેમ કે
શ્રી નમસ્કાર મહામંત્રને લાખ, કેડ વગેરે જાપ કરીને ખાવમહેસવ, સાધર્મિકવાત્સલ્ય અને સંઘપૂજા સહિત જાપ જેટલા સ્વસ્તિક, અડસઠ અક્ષરે જેટલી સેનાચાંદીની