________________
પ્ર૪. દિનચર્યા -પાક્ષિક પ્રતિક્રમણની વિધિ
૨૫;
સાથે ન હોય ત્યારે સામાન્ય સાધુઓ બધા પહેલાં સ્થાપનાચાર્યને અને પછી પર્યાચક્રમે અન્ય મુનિઓને ત્યાં સુધી ખમાવે કે છેલ્લે બે સાધુ શેષ રહે. શ્રાવકે પણ એ રીતે ખમાવે, પણ સાધુના અભાવે વડિલ શ્રાવક બીજા સર્વને સંબોધીને “અમુક વગેરે સમસ્ત શ્રાવકોને વાંદુ છું” કહીને જ્યારે “અભુઠ્ઠિઓમિ પ્રત્યેક ખામણેણં અલ્પિતરપખિએ ખામેઉ' કહે ત્યારે બીજા પણ “અહમવિ ખામેમિ તુમ્ભ કહી વડિલ સહિત બધા સાથે “પન્નરસહ દિવસાણું, પત્તરસહ રાઈણું, ભણ્યાં ભાસ્યાં મિચ્છામિ દુક્કડ” કહે. (વર્તમાનમાં “સકળ સંઘને મિચ્છામિ દુક્કડકહી ખમાવે છે.).
એમ પ્રત્યેક ખામણું કરી બે વાંદણા દે પછી “દેવસિ આલઈ પડિkતા ઈચ્છા સંદિ. ભગવ પખિ પડિમાહ!” કહે ત્યારે ગુરુ સમ્મ પડિક્રમહ” કહે, ત્યારે શિષ્ય ઈચ્છે કહી. કરેમિ ભંતે, ઈચ્છામિ પડિમિઉં, જે મે પકિઓ. સૂત્ર કહી ખમારા પૂર્વક ઈચ્છા. સંદિ. ભગવ પકિખઅસુત્ત કહેમિ’ કહી પછી ગુરુ કે તેઓ જેને આજ્ઞા કરે તે સાધુ ત્રણ નવકાર કહીને સ્પષ્ટ ઉચ્ચારથી પકખી સૂત્ર કહે. બીજા સર્વ સાધુઓ અને શ્રાવકે પણ અમારા પૂર્વક “ઈચ્છા સંદિર ભગવ પફિખઅસુત્ત સંમેલેમિ' કહી સ્વશક્તિ અનુસાર કાઉસ્સગમુદ્રા વગેરે મુદ્રાથી સાંભળે. (શ્રાવકે પણ પકખીસૂત્ર અવશ્ય સાંભળવું જોઈએ અને ગુરુના અભાવે ત્રણ નવકારપૂર્વક “વંદિત્ત” સૂત્ર ઊભા ઊભા બેલવું-સાંભળવું જોઈએ. પકિખસૂત્ર વિના પકખી પ્રતિક્રમણ કેમ થાય?).
પકખસૂત્ર પૂર્ણ થયા પછી બધા સાથે “સુઅદેવયા ભગવઈઃ સ્તુતિ બેલે પછી નીચે બેસીને દેવસિક વિધિની જેમ પાક્ષિકપ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત) બેલે અને “અબ્બેડ્રિએમિ આરાણા એ બોલતાં ઊભા થઈ શેષ પ્રતિ પૂર્ણ કરે. (પ્રતિકમણના - સૂત્રમાં જ્યાં જ્યાં દેવસિવગેરે પાઠ છે ત્યાં પકખી વગેરે પ્રતિક્રમણ કરતાં યથાસ્થાને પખિએ, ચઉમાસિએ અને સંવત્સરિએ” વગેરે બેલે.)
પછી “કરેમિભંતેઈચ્છામિ ઠામિ વગેરે કહીને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) કરવા છતાં રહેલી અશુદ્ધિને દૂર કરવા બાર લેગસ્સને ચંદે નિમ્મલયરા સુધીને (ત્રણસે શ્વાસે છવાસને) કાઉસ્સગ કરે. પારીને પ્રગટ લેગસ્સ કહી, મુહપત્તિ પડિલેહણ કરી, બે વાંદણા દઈ ખમાસમણ પૂર્વક ઈચ્છા સંદિ. ભગ. અભુઠ્ઠિઓમિ સમત્ત-ખામણેણે અભિતરપશ્મિએ ખામેe? કહી પૂર્ણ અભુઠ્ઠિઓ સૂત્ર કહી ગુરુને ખમાવે, તેમાં પહેલાં સંબુદ્વાખામણાંથી સામાન્યપણે અને પ્રત્યેકખામણાંથી વિશેષપણે અપરાધ ખમાવવા છતાં કાઉસ્સગ્ન કરતાં કંઇ વિશેષ સ્મરણ થાય તો તેને આ સમસ્ત ખામણાંથી ખમાવે. (અન્ય મતે સંબુદ્ધાખામણું વિશેષ જ્ઞાનીપર્યાય જયેષ્ઠ વગેરે વડિલેને ખમાવવા, પ્રત્યેક ખામણાં પ્રત્યેક જીવને ખમાવવા અને સમસ્ત ખામણું પ્રતિક્રમણની સમાપ્તિ જે ગુરુના આલબનથી નિવિદને થઈ તે ગુરુને કૃતજ્ઞતાથી ખમાવવા માટે છે.)