________________
પ્ર. ૪. દિનચર્યા–રાઈ પ્રતિકમણને વિધિ
૨૫
નથી, એમ કહે. પછી એકબે, ત્રણ, ચાર, પાંચ દિન ન્યૂન છ માસી પૂછે અને જવાબમાં મનથી-શક્તિ નથી. પરિણામ નથી એમ કહે પુનઃ છ, સાત, આઠ નવ, દશ દિન જૂન છ માસી પૂછે અને જવાબમાં મનથી-શક્તિ નથી પરિણામ નથી એમ કહે. એમ પાંચ પાંચ દિન ઘટાડતાં છેલ્લે પાંચમાસી ચિંતવે, તેમાંથી પણ ક્રમશઃ પાંચ પાંચ દિન ઘટાડતાં છેલ્લે ચારમાસી ચિંતવે, તેમાંથી પુનઃ ક્રમશઃ પાંચ પાંચ દિન ઘટાડતાં ત્રણમાસી ચિંતવે, પુનઃ પાંચ પાંચ દિન ઘટાડતાં બેમાસી અને તેમાંથી પણ પાંચ પાંચ દિન ઘટાડતાં માસખમણ ચિંતવે. પછી તેમાંથી પણ એક એક દિન ઘટાડતાં ૨૯-૨૮-ર૭ યાવત્ ૧૭ ઉપવાસ સુધી ચિતવે અને તેમાંથી બે બે ભક્ત (એટલે એક ઉપવાસ) ઘટાડતાં ચેત્રીસભક્ત, બત્રીશભક્ત, ત્રિીશભક્ત, અઠ્ઠાવીશભક્ત વગેરે ચિંતવતાં ક્રમશઃ ચોથભક્ત સુધી ચિંતવે, તેટલી પણ ભાવના ન હોય તે આયંબિલ, એકાસણું, પુરિમઠ્ઠ વગેરે. ચિંતવી ઊતરતાં ઊતરતાં છેલ્લે નવકારશી સુધી ચિંતવે. તેમાં એટલું વિશેષ કે પૂર્વે જેટલે તપ કર્યો હોય તેટલે ચિંતવવાના પ્રસંગે “શક્તિ છે, ભાવના છે પણ પરિણામ નથી” એમ ચિંતવે અને છેલ્લા જે તપ કરવાના પરિણામ હોય ત્યાં “શક્તિ છે. ભાવના છે અને પરિણામ પણ છે,” એમ કહી એ તપને નિશ્ચય કરી કાઉસ્સગ પારે. ઉપર પ્રગટ લેગસ્સ કહી મુખસિકા પડિલેહીને બે વાંદણા આપે. (પછી વર્તમાનમાં તીર્થકંદન રૂપ સકલતીર્થ ચૈત્યવંદન બોલાય છે.) પછી મનમાં નિશ્ચિત કરેલા તપનું પચ્ચખાણ સ્વયં કે ગુરુમુખે કરે.
પછી દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તેમ (છ આવશ્યક સંભારીને) ઈરછા અણુસદ્ધિ નમ ખમાસમણાણું, નમેહત્ કહીને “વિશાલ લોચનદલ૦' વગેરે ત્રણ વર્ધમાન સ્તુતિઓ પ્રગટ રીતે બેલે. તેના હેતુઓ દેવસિક પ્રતિક્રમણની જેમ જાણવા. અંતે “નમસ્થ”, અરિહંત ચેઈઆણું” વગેરે કહીને “કલાણ ક૬૦” વગેરે ચાર રસ્તુતિથી દેવવંદન કરે.
રાઈપ્રતિક્રમણ અન્ય પાપી છે જાગીને પાપ ન કરે તે માટે મંદ સ્વરે કરવું, પછી સાધુને અને પૌષધવાળા શ્રાવકને બે ખમાસમણ પૂર્વક ઈરછા સંદિ. ભગવે બહુલ સંદિસાહે? વગેરે બે આદેશો માગી ચાર ખમાસમણથી પૂર્વની જેમ “ભગવાન હું” વગેરે કહી ગુરુવંદન કરે અને શ્રાવક તે “અઠ્ઠાઈજેસુ” સુત્ર પણ બેલે. અહીં બહલ એટલે બહુવાર થતી શ્વાસ, ઉચ્છવાસ વગેરે ન રેકી શકાય તેવી શરીરની ક્રિયાઓ કે જેની અનુમતિ, વારવાર માગી શકાય નહિ, તેવી ક્રિયાઓની અનુમતિ આ બે આદેશથી મળવાય છે. એથી સમજવું કે તે સિવાયની બેસવું, ઊઠવું વગેરે નાની મોટી સર્વ ક્રિયાઓ ગુરુની આજ્ઞા મેળવીને જ કરાય. અહીં રાઈપ્રતિકમણને વિધિ પૂર્ણ થશે.
| (વર્તમાનમાં તે પછી દિવસના પ્રારંભિક મંગળ માટે એક શ્રી સીમંધરસ્વામિ વગેરે કઈ એક વિહરમાન જિનનું અને બીજું તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું ચિત્યવંદન કરાય છે.)