________________
પ્ર૦ ૪ દિનચર્યા-ગૃહસ્થને અન્ય ધર્મ
પ્રત્યેનું ઔચિત્યા
૨૩૫
૯- અન્યધર્મિઓ પ્રત્યે ઔચિત્ય – અન્ય ધર્મીઓના ગુરુ આપણા ઘેર આવે તે તેમને યથાયોગ્ય દાન દેવું, ઔચિત્ય કરવું અને તે રાજમાન્ય હોય તે સવિશેષ ઔચિત્ય કરવું. ઘેર આવેલાનું ઔચિત્ય કરવું, સંકટમાં પડેલાને સહાય કરવી, દુઃખીઓની દયા કરવી, એ ગૃહસ્થને આચાર છે, સમતિવંતને પણ આ ઔચિત્ય કરવાથી અતિચાર લાગે નહિ, માટે ડાહ્યા માણસે ઘેર આવનારને સન્માનથી બોલાવવા, આસન આપવું, આવવાનું પ્રજન પૂછવું અને શક્ય હોય તે તેનું કામ કરી આપવું, કહ્યું છે કે- સર્વનું યથાયોગ્ય ઔચિત્ય કરવું, ગુણાનુરાગ કર, જિનવચનમાં પ્રીતિ કરવી અને અવગુણીની ઉપેક્ષા કરવી, એ (વ્યવહાર) સમકિતનાં લક્ષણ છે.
સમુદ્રો મર્યાદા મૂકે નહિ, પર્વતે ચલિત થાય નહિ, તેમ સજજન કદાપિ ઔચિત્યને ચૂકતા નથી. વધારે શું કહેવું? ત્રિલોકનાથ તીર્થંકરદે પણ ગૃહસ્થપણામાં માતા-પિતા વગેરેનું પૂર્ણ ઔચિત્ય કરે છે.
એમ વ્યવહાર શુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય જણાવ્યું. હવે તે પછીનાં મધ્યાહુનાદિનાં કર્તવ્ય જણાવે છે.
मूल- “मध्याह्वेऽर्चा च सत्पात्रदानपूर्व तु भोजनम् ।
નવરાતિસૂકા ના શાશ્વારિસના દિકા અર્થ ગૃહથે મધ્યાહે જિનપૂજા, પછી સુપાત્રદાન પૂર્વક ભોજન, પુનઃ ભોજન પછીનું પચ્ચખાણ અને શાસ્ત્રના જ્ઞાતાઓની સાથે શાસ્ત્રાર્થનું ચિંતન કરવું. તેમાં પૂર્વે કહેલા વિધિ પ્રમાણે મધ્યાહે તે સવિશેષ શાલી-દાલ વગેરે રસેઈનું નૈવેદ્ય ભેટ કરવા પૂર્વક બીજી વાર પૂજા કરવી, તથા સાધુ-સાધ્વી વગેરે સત્પાત્રને દાન દઈ ભોજન કરવું, અર્થાત્ શ્રાવકનું ભજન દાનપૂર્વક જ હોય.
| મધ્યાહનની પૂજા અને ભજન મધ્યાહને જ કરવું, એ નિયમ નથી. વહેલી ભૂખ લાગે તે “ભૂખ લાગે તે ભેજનકાળ” એ લેક રૂઢિને અનુસરી મધ્યાહ પહેલાં પણ પૂજા કરીને પચ્ચખાણ પૂર્ણ થાય ત્યારે ભોજન કરી શકાય. દાનને વિધિ કહે છે કે
સુપાત્રદાનને વિધિ= ભજન સમયે શ્રાવક નિમંત્રણ પૂર્વક સાધુ ભગવંતને ઘેર લાવે, અગર સ્વયં આવતા હોય તે સન્મુખ જાય, કારણ કે વિનયથી દાનનું ફળ સુંદર મળે છે, માટે દાન દેતાં પ્રતિપત્તિ (સેવા) વિનય કરવાને ગૃહસ્થને આચાર છે.
ગશાસ્ત્ર (પ્ર. ૩ગાથા ૧૨૫-૧૨૬)માં કહ્યું છે કે- ગુરુને જોતાં જ ઉભા થવું, સામે જવું, બે હાથ મસ્તકે એડવા, આસન આપીને બેસવા વિનંતિ કરવી, બેઠા પછી બેસવું, વંદન કરવું, શરીર સેવા કરવી અને જતાં વળાવવા જવું, વગેરે ગુરુને પ્રતિપત્તિ વિનય કરે.