________________
૨૩૪
ધમસંગ્રહ ગુ૦ ભાટ સરધાર ગા. ૬૩
૬- સ્વજને પ્રત્યે ઔચિત્ય – પિતરાઈઓ, મોસાળીયા અને સાસરીયાં, વગેરે સ્વજને કહેવાય છે, પિતાને ઘેર પુત્રજન્મ કે લગ્ન વગેરે શુભ પ્રસંગે તેમને બેલાવવા, સત્કાર-સન્માન કરવું અને સંકટ વગેરે હાનિના પ્રસંગે પણ તેઓને સાથે રાખવા, પિતે પણ તેમના સારા-નરસા પ્રસંગે હાજર રહેવું, સહાય કરવી. સંકટ પ્રસંગે તેમનો ઉદ્ધાર કરે, તેમના વિરેાધી સાથે મૈત્રી આદિ સંબંધ ન કરે અને તેમના મિત્રાદિ સાથે સંબંધ કરવો, પીઠ પાછળ નિંદા ન કરવી, હાસ્ય-વિનેદથી પણ વાળુ કલહ ન કરે, ગેરહાજરીમાં તેમના ઘેર ન જવું, લેણ-દેવાનો સંબંધ કરે જ નહિ, અને ધર્મ આરાધનાનાં કાર્યો તેમની સાથે એકમતથી કરવાં, વગેરે સ્વજનનું ઔચિત્ય જાણવું.
૭- ધર્માચાર્ય પ્રત્યે ઔચિત્ય- ત્રણે કાળ ભક્તિ-બહુમાન પૂર્વક વન્દન કરવું, તેમના ઉપદેશાનુસાર આવશ્યકાદિ કર્તવ્ય કરવાં, શ્રદ્ધાપૂર્વક તેમના મુખે જિનવાણી સાંભળવી, તેઓની આજ્ઞા પ્રેમપૂર્વક માનવી, અવજ્ઞા ન કરવી, તેમના અવર્ણવાદ અટકાવવા, ગુણોની પ્રગટ પ્રશંસા કરવી, છિદ્રો જેવાં નહિ, સુખ-દુઃખમાં મિત્ર તુલ્ય વર્તવું, તેમના પ્રતિ થતા વિરોધીઓના ઉપસર્ગોને અટકાવવા, કેઈ વિષયમાં ઠપકે આપે તે તહત્તિ કહી કૃતજ્ઞભાવે સ્વીકારે, તેમની પણ કેઈ પ્રમાદ- ભૂલ થાય તે વિનય સાચવીને એકાન્તમાં તેને ખ્યાલ કરાવી સુધરાવવી, ગામમાં આવે ત્યારે સન્મુખ જવું, ઘેર આવે ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ દાબવા અને શુદ્ધ આહાર-વસ્ત્ર-પાત્ર–પાણી, વગેરે સંયમોપગી વસ્તુનું દાન કરવું, વગેરે સમાચિત વિચાર કરે, વળી તેમના ગુણ પ્રત્યે ગાઢ અનુરાગ કરવો, અન્ય દેશમાં વિચરતા હોય ત્યારે પણ વાર વાર તેમણે આપેલાં સમ્યત્વ, વ્રત, વગેરેનું પાલન તથા ઉપકારનું સ્મરણ કરવું, વગેરે ધર્માચાર્યનું ઔચિત્ય જાણવું.
- ૮ - નાગરિકે પ્રત્યે ઔચિત્ય- પિતાના ગામ-નગરમાં રહેનારા સમાન આજીવિકા વાળા નાગરિકે કહેવાય, તેમની સાથે સંપીને રહેવું, સુખ-દુઃખમાં, સંકટ-હર્ષમાં કે લાભ-હનિમાં સર્વત્ર સમ સુખ-દુખવાળા થવું, રાજદરબારમાં જતાં તેમને સાથે રાખવા, એકલા કદી નહી જવું, કેઈએ વિશ્વાસથી કહેલી વાત બીજાને કહેવી નહિ, કેઈની ચાડી કરવી નહિ, પરસ્પર વિવાદનો પ્રસંગ આવે તો ત્રાજવાની જેમ મધ્યસ્થ રહેવું, સ્વજન-સંબંધી કે જ્ઞાતિજનની દાક્ષિણ્યતા કે લાંચ રૂશ્વતને વશ થઈ જાય છોડે નહિ, પોતાના ધન, સત્તા, કે પીઠબળના પ્રભાવે નિર્બળને અન્યાય કરે નહિ, સામાન્ય અપરાધથી કેઈની ફરીયાદ સરકારમાં કરવી નહિ, કારણ કે અધિક દાણ-કર, કે રાજદંડથી પરાભવ પામેલા પ્રાયઃ વિરોધ કરીને સંપ તેડી નાંખે છે, માટે સંપ કઈ રીતે તેઓ નહિ, સંપથી જ સર્વનું કલ્યાણ છે, વળી કલ્યાણના અર્થીએ રાજકર્મચારીઓ સાથે લેવડ-દેવડ કરવી નહિ, રાજાની સાથે તે કદી કરવી નહિ, ઈત્યાદિ નાગરિકેનું પારસ્પરિક ઔચિત્ય જાણવું.