________________
પ્ર. ૪. દિનચર્યા-અભુઠ્ઠિઓ સૂત્રને અર્થ
૨૦૫
અનિચ્છનીય, તથા અધટિત, વળી ક્યા વિષયમાં? તે કહે છે કે- જ્ઞાન વિષયમાં, દર્શન = સમકિત વિષયમાં તથા ચરિત્રાચરિત્ર= દેશ વિરતિરૂપ વ્રતમાં, તેમાં પણ વિશેષતા જણાવે છે કે- શ્રુતજ્ઞાનમાં, સામાયિકમાં = સમ્યકત્વ સામાયિકમાં અને દેશવિરતિ સામાયિકમાં, ત્રણ ગુપ્તિના પાલનમાં, ચાર અપ્રશસ્ત કક્ષાના વિષયમાં પાચ અણુવ્રતમાં, ત્રણ ગુણવતેમાં અને ચાર શિક્ષાવતેમાં, એમ બાર પ્રકારના શ્રાવક ધર્મમાં જે ખંડના (દેશ વિરાધના) અને જે (મેટી) વિરાધના કરી હોય, તે સર્વ અતિચારરૂપ મારું સર્વ પાપ મિથ્યા થાઓ ! એ રીતે હું પાપનું પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, અર્થાત્ તે દુષ્કર્તવ્ય છે, અકરણીય છે. એમ ભાવથી સ્વીકારું છું.
પછી પણ અધું શરીર નમાવીને, સંવેગ પૂર્વક, માયામદ છેડીને, સર્વ અતિચારોની વિશેષ શુદ્ધિ માટે એઘથી પ્રતિક્રમણ કરતા કહે કે- “સવમ્સ વિ દેવસિય ચિંતિય
ભાસિય દુરિશ્ચઠ્ઠિય ઈચ્છાકારેણ સંદિસહ ભગવન” અર્થાત્ હે ભગવંત! દિવસ સંબંધિ સર્વ પણ દુષ્ટ ચિંતનનું દુર્ભાષણનું અને દુશ્રેષ્ટાઓનું (પ્રાયશ્ચિત ) આપની ઈચ્છાનુસાર આપે, શિષ્ય એમ કહે ત્યારે કરુણાનિધિ ગુરૂ “પડિકમહ” અર્થાત્ “પ્રતિક્રમણ કરે” કહે, ત્યારે શિષ્ય “ઈચ્છ કહી તસ્સ મિચ્છામિ દુકકડ' અર્થાત્ આપની આજ્ઞાને હું સ્વીકારું છું, મારૂં તે પાપ મિથ્યા થાઓ ! એમ કહી એજ પાપના સવિશેષ પ્રતિક્રમણ માટે “વંદિત્ત” સૂત્ર કહી પ્રતિક્રમણ કરે. (આ વંદિત્ત સૂત્ર અને અર્થ ષડાવશ્યકની કર્તવ્યતા જણાવ્યા પછી કહીશું.)
એ રીતે પ્રતિક્રમણ કર્યા પછી ગુરૂને ખમાવવા માટે બે વાંદણું કહે. તેમાં બીજા વંદન પછી અવગ્રહમાં જ ઊભું રહીને શિષ્ય અડધું અંગ નમાવવા પૂર્વક અપરાધને ખમાવતે કહે કે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અભુઠ્ઠિઓહં અભિંતરદેવસિતં ખામેમિ? અર્થાત્ હે ભગવન્ આપની ઈચ્છાનુસાર મને આદેશ આપો ! હું (સર્વ વ્યાપાર તજીને) આપના પ્રતિ દિવસમાં થએલા સમગ્ર અપરાધોને ખમાવવા તત્પર થયે છું. અન્ય આચાર્યો અહીં પાઠાંતર માને છે કે “ઈચ્છામિ ખમાસમણે અભુદ્ધિએમિ અભિંતર દેવસિય ખામેલ' અર્થાત્ હે ક્ષમા શ્રમણ ! હું ઇચ્છું છું, એટલું જ નહિ, દિવસના અતિચારોને ખમાવવા પણ તત્પર છું. એમ કહી ગુરૂની અનુમતિ માગે, ત્યારે ગુરૂ કહે ખામહ અર્થાત્ ખમા! ત્યારે શિષ્ય “ઈચ્છ' કહી સ્વીકાર કરે અને “ખામેમિ દેવસિય” અર્થાત્ દિવસના સંભવિત અપરાધને ખમાવું છું, કહીને બે ઢીંચણ બે હાથ સહિત મસ્તકને જમીને લગાડીને મુખે મુખવસ્ત્રિકા પૂર્વક ખમાવતે આ પાઠ બેલે.
“જકિંચિ અપત્તિએ પરંપત્તિ, ભતે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલાવે સંલાવે, ઉચાસણે સમાસણે, અંતર ભાસાએ ઉવરી ભાસાએ, જકિંચિ મજ્જ