________________
૨૦૪
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૨
સમજાવીશ” કહી વ્યાખ્યાનને તોડવાથી. ૩૦- વ્યાખ્યાન સમાપ્ત થતાં જ ગુરૂથી પિતાની વિશેષતા જણાવવા વિશેષ કથા કરવાથી. ૩૧- ગુરૂની પ્રત્યક્ષ ઊંચા કે સમાન આસને બેસવાથી. ૩૨- ગુરૂની શય્યા, સંથાર, કપડાં, વગેરેને પગ લગાડવાથી, રજા વિના હાથ લગાડવાથી, કે તેની ક્ષમા નહિ માંગવાથી. ૩૩ - તેમનાં શય્યા, સંથાર, આસનાદિ ઉપર બેસવાથી, ઉભા રહેવાથી, કે શયન કરવાથી. એમ તેત્રીસ આશાતનાઓ જાણવી.
આ દ્વાદશાવર્ત વંદન સાધુઓની જેમ શ્રાવકે પણ કરવું જોઈએ. કારણ કેટલીય ક્રિયાઓ સાધુની જેમ શ્રાવકને પણ કરવાની કહી છે. સંભળાય છે કે કૃષ્ણજીએ અઢાર હજાર સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યું હતું.
એમ વન્દન કરી અવગ્રહમાં રહીને જ દેવસિક વગેરે અતિચારોની આલેચના માટે શરીરથી આગળ નમીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલેએમિ અર્થાત્ “હે ભગવંત! (બલાત્કારથી નહિ પણ) આપની ઈચ્છાથી મને આદેશ આપો, હું દેવસિક અતિચારોને આલેચવા ઈચ્છું છું.” (ઉપલક્ષણથી તે તે પ્રતિક્રમણમાં રાત્રીના, પક્ષના, ચેમાસીના કે સંવત્સરના પણ અતિચારોને સમજી લેવા) અહીં આલેચનાની કાળી મર્યાદા આ પ્રમાણે છે. દિવસના મધ્યથી મધ્ય રાત્રિ સુધી દેવસિક અને રાત્રિના મધ્યથી દિવસના મધ્ય સુધી રાત્રિક આલેચના થાય. પકખી વગેરે આલોચના તો પક્ષના, ચાર માસના અને સંવત્સરના અંતે થાય.
જ્યારે ગુરૂ “આલેહ= અલેચના કરો' કહે ત્યારે શિષ્ય તેનો સ્વીકાર કરતે “ઈચ્છ કહી “આલેએમિ’ કહે. પછી પ્રગટ ઉરચાર કરતે સૂત્ર બોલે “જે મે દેવસિઓ અઈઆર કઓ, કાઈઓ વાઈઓ માણસિએ, ઉસુત્તો ઉમ્પગે અક અકરણિજ દુગ્ગાઓ ચિંતિઓ અણુયારે અણિચ્છિઅો અસાવગપાઉગે, નાણે દંસણે ચરિત્તાચરિર, સુએ, સામાઇએ, તિરહ ગુત્તીર્ણ, ચઉણહે કસાયાણુ, પંચણહમાણુવ્રયાણું, તિહં ગુણવયાણ, અહિં સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમમ્સ જ ખંડિયે જ વિરાહિયં તસ્સ મિચ્છામિ દુકકડ?
અથ– મે દિવસ પ્રતિ જે કોઈ અતિચાર કર્યો હોય, (તે મારું પાપ મિથ્યા થાઓ” એમ છેલ્લા “મિરછામિ દુક્કડ” પદ સાથે સંબંધ જાણ ) કે અતિચાર? કાયા સંબંધી, વચન સંબંધી અને મન સંબંધી, તેમાં કાયા અને વચન સંબંધી કે? ઉસૂત્ર પ્રરૂપણાથી, ઉમાગ આચરવા વગેરેથી, અકથ્ય સેવનથી અને અકરણીય કરવાથી, મન સંબંધી કેવી રીતે ? દુર્ગાનથી અને દુચિંતનથી, તેમાં સ્થિર અધ્યવસાય તે ધ્યાન અને ચલ અધ્યવસાય તે ચિત્ત, એમ ભેદ સમજવો. હવે મન-વચન-કાયા ત્રણે વેગથી કરેલા અતિચારો કહે છે કે- સમક્તિ સહિત વ્રતધારી અને ગુરુ પાસે ધર્મને નિત્ય સાંભળે તે શ્રાવકને અનાચરણીય,