SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રવ ૪. દિનચર્યા–ગુરૂ વંદન સૂત્રને અર્થ હવે વંદન કોના વડે કરવું? તે કહે છે કે- સશક્ત અને પાપરહિત (જયણાવાળી) કાયાવડે, અહીં પહેલી સંપદા પૂર્ણ થઈ અને પૂર્વે કહ્યા તે શિષ્યના પ્રશ્નોમાં પહેલો “ઈચ્છા” પ્રશ્ન કર્યો. અશક્ત કાયાવાળાને વન્દન કરાવવાથી આર્તધ્યાન અને જયણા રહિત વંદન કરે તે કર્મબંધ થાય; માટે સશકત અને જયણા યુક્ત કાયાથી વંદન કરવા શિષ્ય ઈચ્છા જણાવે; ત્યારે ગુરૂ અન્ય કાર્યમાં રોકાયા હોય તે “પ્રતીક્ષસ્વ” અર્થાત્ “હમણું નહિ; શેડી વાર પછી” એમ કહે અથવા “ત્રિવિધેન” એટલે ત્રણે યેગથી નિષેધ કરું છું; એમ કહે ત્યારે શિષ્ય માત્ર ફિટ્ટાવંદન કરે. પણ જો ગુરૂ વંદનની અનુજ્ઞા આપવી હોય તે “દેણ અર્થાત્ ઈચ્છાને અનુસરે, મારી સંમતિ છે; એમ કહે પૂર્વ જણાવેલા ગુરૂના છ ઉત્તરે પૈકી આ પહેલે ઉત્તર જણાવે. અનુમતિ મલવાથી શિષ્ય ત્યાંજ ઉભે “અણુજાણહ મે મિઉગહે? અર્થાત્ મને મીત અવગ્રહમાં પ્રવેશ માટે અનુજ્ઞા આપો” કહે, ત્યારે ગુરૂ આણુજાણામિ' અર્થાત્ અનુજ્ઞા આપુ છું” એમ કહે, આ શિષ્યને બીજો પ્રશ્ન અને ગુરૂને બીજો ઉત્તર સમજે. પછી “નિસાહિ અર્થાત ગુરૂવંદન સિવાય અન્ય સર્વ વ્યાપારને નિષેધ (ત્યાગ) કરું છું, કહી શિખ્ય સાડાત્રણ હાથ ભૂમિ પ્રમાણ ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરે. પછી ગરૂની પાસે સન્મુખ સંડાસાની પ્રમાર્જના પૂર્વક ઉભડક બેસીને આઘામાં ગુરૂચરણને સંકલ્પ કરીને પૂર્વે જણાવ્યા પ્રમાણે “અહો, કાર્ય, કાય,” બોલતે બે હાથની હથેલી સહિત દશ અંગુલીથી ઘાને તથા લલાટને સ્પર્શતે ત્રણ આવર્ત કરે. અને “સફાસ” બોલતાં બે હાથ તથા મસ્તકથી એાઘાને સ્પશે; પછી બે હાથે અંજલી કરીને “ખમણિજજે જે કિલામો અપકિદંતાણું બહુ સુભેણુ ભે દિવસો વક્રતો?' પાઠ બોલે. અર્થાત્ આપની અધે કાયાને (ચરણને) મારી કાય (મસ્તક) વડે સ્પર્શ (કરું છું.) તેમાં હે ભગવંત! આપને જે કંઈ કિલામ એટલે (બધા - પીડા) કલેશ થયે હેય તેને આપે ખમવા ગ્ય છે, અર્થાત્ મને ક્ષમા કરશે. વળી હે ભગવંત! અલ્પ કલેશવાળા આપને દિવસ બહ (શુભેન=) સુખ પૂર્વક વ્યતિક્રાન્ત થયે? શિષ્યનો આ ત્રીજો પ્રશ્ન જાણે. તેના ઉત્તરમાં ગુરુ “તહત્તિ” અર્થાત “તેમજ છે' તે ત્રીજે ઉત્તર જાણ. આ ગુરુના શરીર સંબંધી સુખશાતાને પ્રશ્ન-ઉત્તર કહ્યો, હવે તપ-નિયમ અંગે પૂછે છે. “જના હો' અર્થાત હે ભગવંત! આપની ક્ષાપશમિકાદિભાવજન્ય તપ-સંયમ-નિયમરૂપ યાત્રા વૃદ્ધિ પામે છે? આ શિષ્યને ચોથ પ્રશ્ન અને “તુલ્સપિ વટએ' અર્થાત્ તને પણ એ રીતે યાત્રા વર્તે છે? એમ ગુરુ કહે. તે ચોથે ઉત્તર જાણો. (આ ત્રણ ત્રણ અક્ષરના પદેમાં પહેલો અક્ષર જઘન્ય = અનુદાત્ત બીજે ઉત્કૃષ્ટ = ઉદાત્ત, અને 2 મધ્યમ = સ્વરિત ઉરચારથી બેલ.) પછી મન-ઈન્દ્રિ અંગે પૂછે કે –
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy