________________
૨૦૦
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૨
પ્રતિકમણમાં ચાર અને સ્વાધ્યાયના ત્રણ, એ સાતે વંદન ઉપવાસીને પણ સવાર-સાંજ નિત્ય કરવાનાં હેવાથી તે ચૌદ ધ્રુવ વંદન કહેવાય છે. ભજન કરનારને તદુપરાંત અધિક હોય છે, તે આગળ કહીશું.
(૩) કાત્સ- સાધુને કારણે ગોદ્વહનમાં પાલી પાલટીને આયંબિલને બદલે નિધિ કરવી હોય ત્યારે વન્દન દઈને કાઉસ્સગ કરાય, તેથી વંદનનું ત્રીજું કારણ કાઉસ્સગ જાણવું
(૪) અપરાધ ખામણ- ગુરૂ-આજ્ઞાની વિરાધના વિગેરે અપરાધ થયે હય, તે તે ખમાવવા પૂર્વે વંદન કરવું જોઈએ. તેથી ચોથું કારણ “અપરાધ ખામણાં કહ્યું છે. પકખી ખામણાં પૂર્વે કરાતું વંદન અપરાધ ખામણાંમાં અંતર્ભત સમજાય છે.
(૫) પ્રાધુણક- વળી કઈ વિહાર કરીને આવેલા સાધુ મોટા હોય તે તેઓને વંદન કરે તેમાં એ વિધિ છે કે- તે જે સાંગિક હોય તો પોતાના વડીલને પૂછીને વંદન કરે, અને આવનાર ભિન્ન સામાચારીવાળા હોય તે પ્રથમ પિતાના આચાર્યને વંદન કરીને પૂછે, પછી જે તે સંમતિ આપે તે વંદન કરે, અન્યથા ન કરે. વંદનનું આ પાંચમું કારણ પ્રાશૂક જાણવું.
(૬) આલોચનાં– સંયમમાં અતિક્રમાદિ કોઈ દેષ સેવ્યો હોય તેની આલોચના કરતાં વન્દન કરીને પછી આલોચના કરે તે છઠું કારણ આલેચને જાણવું. સાધુ વિહાર કરીને આવે ત્યારે વડિલને વંદન કરીને વિહારની આલોચના કરે; તે આમાં અતભૂત જાણવું. | (૭) સંવર- સાધુ ભજન કર્યા પછી આગાના સંકોચ માટે દિવસચરિમં ચૌવિહાર કે તિવિહાર વગેરે વિશેષ પચ્ચખાણ કરે; અથવા એકાસણાદિનું પરચખાણ કર્યું હોય તે આયંબિલ વગેરે મોટું કરે ત્યારે વન્દન કરવું જોઈએ, તે સાતમું કારણ સંવર જાણવું અને
(૮) અણુશણ – કોઈ સાધુ અંતસમયે વિશેષ આરાધના માટે વંદન કરીને અનશન સ્વીકારે તે વન્દનનું આઠમું કારણ અનશન જાણવું.
એમ ગુરૂવંદનનાં આઠ કારણોનું પંદરમું દ્વાર કહ્યું.
૧૬– ગુરૂ વંદન નહિ કરવાથી થતાં દે= ૧- અભિમાન, ૨- અવિનય, ૩- શાસનની અપભ્રાજના, ૪- નીચગોત્રને બંધ, ૫- બેધિની દુર્લભતા, અને ૬- સંસારની વૃદ્ધિ, એ છ દે થાય છે, એમ ગુરૂ વંદનનાં કુલ એકસો અલૂણું સ્થાને જાણવાં.
- હવે વંદન સૂત્રનો અર્થ કહે છે કે “ઈચ્છામિ ખમાસમણે વંદિઉ જાવણિજજાએ નિસિહિયાએ” = ઈરછું છું, હે ક્ષમાશ્રમણ ! વંદન કરવાને, શક્તિસહિત-પાપરહિત કાયાવડે= અર્થાત્ બલાત્કારે નહિ પણ મારી ઈચ્છાથી વંદન કરવા ઈચ્છું છું, કોને? ક્ષમાદિ ગુણે સહિત શ્રમ કે તપ કરનારા ગુરૂને, તાત્પર્ય કે એવા ગુણયુકત ગુરુ વંદનીય છે.