SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ધર્મસંગ્રહ ગુરુ ભા. સારદ્વાર ગ. દર (૧૧) ભય દોષ- વંદન ન કરવાથી ગુરૂ મને સમુદાય, ગામ, કે સંઘમાંથી કાઢી મૂકશે, વગેરે ભયથી વાંદે. (૧૨) ભજત દોષ- ગુરૂ મને સાચવે છે, અગર સાચવશે એવા ભાવથી વાંદે. (૧૩) મૈત્રી દોષ- મૈત્રી હોવાથી કે મૈત્રી કરવા વાં. (૧૪) ગૌરવ દોષ- પિતાનું ગૌરવ વધારવા વિધિ સાચવે અને હું જ વિધિપૂર્વક વંદન કરનાર છું, ઇત્યાદિ અહંભાવથી વાંદે. (૧૫) કરણ દોષ- વસ્ત્ર પાત્રાદિ જડ વસ્તુ મેળવવા, લોકમાં પૂજાવા, જ્ઞાન મેળવવા કે ગુરુને વશ કરવા વાંદે. (૧૬) સ્તન દોષ- બીજામાં હું ન્હાનો ન દેખાઉં વગેરે ભાવનાથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં કઈ ન દેખે તેમ વાંદે. (૧૭) પ્રત્યનિદોષ- ઉપર પાંચ નિષેધ સ્થાન કહ્યાં તેવા પ્રસંગે નિષેધ છતાં વાંદે. (૧૮) દષ્ટ દોષ- કોઈ કારણે ગુને કે પિતાને ક્રોધ થયું હોય ત્યારે ક્રોધ યુક્ત વાંદે. (ધની મુખ્યતાથી આ દેષ સત્તરમાંથી જુદો જાણ.) (૧૯) તજના દોષ- અપમાનજનક શબ્દોથી તર્જના કરો કે તર્જની અંગુલિથી તિરસ્કાર કરતે વાંદે. (૨૦) શઠ દોષ- પિતે ગુરૂભક્ત છે, એવું ગુરૂને કે લેકને જણાવવા માયાથી વાંદે, અથવા ૫ટથી માથું દુખે છે વગેરે માંદગીનું બહાનું કાઠી જેમ તેમ વાદે. (૨૧) હિલિત દેષ- અરે ગુરૂજી? એ વાચકજી? તમને વાંદવાથી શું ફળ છે? એમ અવહેલના કરતે વાંદે. (૨૨) વિપરિચિત દોષ- અધું વંદન કરી વચ્ચે વિકથા કરવી. (૨૩) દ્રષ્ટાદ્રષ્ટ દોષ- ઘણાની સાથે વંદન કરતાં બીજાની આડથી કે અંધારાથી ગુરૂ ન દેખે ત્યારે બેસી જાય અને દેખે ત્યારે વાંદે. (સ્તન દષમાં લોકોની ચોરી અને અહીં ગુરૂની કચેરી, એમ ભેદ સમજવો.) (૨) શગ દેષ- આવોં કરતાં બે હાથની દશે આંગળીઓથી લલાટના મળે ન સ્પશે, કે જમણું ડાબા લમણે સ્પશે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy