________________
૧૮૧
ધસંગ્રહ ગુ૦ ભા॰ સારાદ્વાર ગા. કર
જીહાર કરે, ૬૫. ખગલ, સુખ વગેરેથી ભાંડના જેમ અવાજ કે કુચેષ્ટા કરે, ૬૬. કાઈને તિરસ્કારે, ૬૭. મંદિરમાં દેણુદારને પકડે કે લાંઘવા એસે, ૬૮. મારામારી કરે, ૬૯. મસ્તકના કેશ ગૂથે કે એળે, ૭૦. કહેડ ખાંધીને ઠકુરાઇથી બેસે, ૭૧. પગે ચાખડી વગેરે પહેરે, ૭૨. અસભ્ય રીતે પગ પસારીને બેસે, ૭૩. મુખથી સીટી વગાડે, અગર પગે પુડપુડી દેવરાવે-ચપી કરાવે, ૭૪. હાથ-પગ વગેરે ધાઈને ત્યાં અશુચિ કરે, ૭૫. પગની રજ ત્યાં ખખેરે, ૭૬. સ્ત્રી સભાગ કરે, ૭૭. માંકડ-જૂ વગેરેને ત્યાં ઉતારે, ૭૮. ભાજન કરે, ૭૯. લિંગને વિકારી કરે, અથવા ષ્ટિયુદ્ધ-વાયુદ્ધ વગેરે યુદ્ધ કરે, ૮૦. ઔષધ કરે-કરાવે, ૮૧. ખરીદ-વેચાણુ વગેરે વ્યાપાર કરે, ૮૨. શય્યામાં સૂવે, ૮૩. પીવાનું પાણી ત્યાં રાખે, પીવે, કે મ`દિરની પરનાળ વગેરેથી વરસાદનું પાણી ઝીલે અને ૮૪. ત્યાં સ્નાન કરે. આ આશાતના પ્રવચન સારાહારમાં કહી છે. (તત્ત્વથી દશ માટી આશાતનાના વિસ્તાર ચાલીસ અને ચારાશીની સખ્યા છે, તે નાની માટી સર્વ આશાતના જિનમંદિરમાં તજવી જોઇએ.)
ચૈત્યવદન બૃહદ્ભાષ્યમાં તા જિનમ ંદિરમાં ૧. અવજ્ઞા કરવી, ૨. પૂજાદિમાં અનાદર કરવા, ૩. તલાદિ ભાગ કરવા, ૪. મનથી દુપ્રણિધાન કરવુ' અને ૫. અનુચિત વન કરવું, એ પાંચ જ આશાતનાઓ કહી છે, તેા પણ તત્ત્વથી તે પાંચ સઘળી આશાતનાઓના સંક્ષેપરૂપ છે. વધારે શું કહેવું ? અતિ વિષયાસક્ત અને અવિરતિ દેવા પણ જિનમદિરમાં અપ્સરાઓ સાથે ભક્તિ કરવા છતાં લેશ પણ હાસ્ય, ક્રીડા, કે અસભ્ય ભાષણ પણ કરતા નથી. આ આશાતના ગૃહસ્થે અને સભવ હોય તે તે સાધુએ પણ તજવી જ જોઈએ. પ્રવચન સારાહારમાં તા કહ્યું છે કે- આશાતના ભવભ્રમણનુ` કારણ હાવાથી મુનિએ મલમલિન ગાત્ર વઆદિના કારણે જિનમંદિરમાં ચૈત્યવંદનાદિ પૂર્ણ થતાં શકાતાં નથી, તુ નીકળી જાય છે.
ગુરુ તથા સ્થાપનાચાયની આશાતના
તે પણ જઘન્યાદિ ભેદે ત્રણ પ્રકારની છે, તેમાં–
(૧) જઘન્ય ગુરુને પગ વગેરેના સ્પર્શ થવાથી.
(ર) મધ્યમ- શ્ક, શ્લેષ્મ, વગેરેના અંશ પણ લાગવાથી અને
(૩) ઉત્કૃષ્ટ– આજ્ઞાનું અપાલન, ભંગ, વિપરીત વન, કે કઠોર શબ્દોથી અપમાનાદિ કરવાથી આશાતના થાય છે. સંખ્યાથી તેત્રીસ કહી છે, તે ગુરુવંદન અધિકારમાં કહીશું.
ગુરુની જેમ સ્થાપનાચાર્યની પણ આશતના ત્રણ પ્રકારની છે. તેમાં
(૧) જઘન્ય સ્થાપનાજીને વાર વાર જ્યાં ત્યાં ફેરવવાથી કે મેલુ* વસ્ત્ર-પગ વગેરે
લાગવાથી.