________________
૧૭૨
ધમસંગ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૬૧ માટે જિણે એટલે રાગ-દ્વેષાદિ બાહ્ય અત્યંતર સર્વશત્રુઓને જીતનારા, એવા તીર્થકરેની હું સ્તુતિ કરીશ. એમ સંબંધ જોડે. પછી
“મમનિ' રે, મવમિ' જ ગુમ દા पउमप्पह सुपास', जिण च चदप्पह वदे ॥२॥ सुविहिं च पुप्फदत, सीयल-सिज्जस वासुपुज्ज च । विमलमणत च जिण, धम्म' सतिं च वदामि ॥३॥
ધુ રન જ મઉિં, ઘરે મુનિસુવઇ મિનિજ રા
वदामि रिटुनेमि, पास तह वद्धमाण च ॥४॥ અર્થ– જિન એવા ઋષભને અને અજિતને વાંદું છું, તથા સંભવને, અભિનંદનને, સુમતિને, પદ્મપ્રભુને, સુપાર્શ્વને, અને ચંદ્રપ્રભને, વાંદું છું (૨) પુષ્પદંત એવા બીજા નામવાળા શ્રીસુવિધિને તથા શીતળને, શ્રેયાંસને, વાસુપુજ્યને, વિમળને, અનંતને, ધર્મજિનને તથા શાન્તિને વાંદું છું. (૩) કુંથુને, અને, મહિલને, મુનિસુવ્રતને, નમિજિનને, વળી અરિષ્ઠનેમિને, પાર્થને તથા વર્ધમાનને વાદુ છું (૪)
આ પ્રત્યેક નામે ગુણવાચક હોવાથી, સર્વ જિનેશ્વરોને સામાન્યથી દરેક નામ ઘટે, જેમકે જિનેશ્વરે સર્વે 2ષભ પણ છે, અજિત પણ છે, અને યાવત્ વર્ધમાન પણ છે. તે પણ દરેકનાં આ વિશેષનામે છે અને તે પાડવામાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ કારણે આવશ્યક નિર્યુકિત ગા. ૧૦૮ન્થી જણાવેલાં છે. તેનું વર્ણન મૂળ ભાષાન્તરના પૃષ્ઠ ૪૩૦થી જોઈ લેવું.
મને મિથુન, વિદુરજમજા વધીન – મા II
घउषीस पि जिणवरा, तित्थयरा मे पसीयतु ॥५॥" અથ– એ પ્રમાણે નામોરચારપૂર્વક મેં સ્તવેલા ચોવીસ અને અપિ એટલે બીજા પણ તીર્થકરે, કે જેઓએ રજ અને મલરૂપ સર્વકર્મોનો નાશ કર્યો છે, તેથી જેઓનાં જન્મજરા – મરણ પણ નષ્ટ થયાં છે, જેમાં સામાન્ય કેવલીની અપેક્ષાએ વર= શ્રેષ્ઠ છે, અને સ્વ-સ્વ તીર્થના સ્થાપક છે, તેઓ મારા પ્રત્યે પ્રસન્ન થાઓ! એમાં રજ એટલે બંધાતું અને મલ એટલે બાંધેલું કર્મ, અથવા રજ =બંધનમાં આવેલું અને મલ = નિકાચિત કર્મ અથવા રજ =વીતરાગ દશામાં બંધાતું અને મલ =સરાગપણે બંધાતું કર્મ, એમ ભેદ જાણો. અહી “પ્રસન્ન થાઓ” એમ કહ્યું, તે વીતરાગ હોવાથી અરિહંતે પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તે પણ ચિંતામણી રત્ન વગેરેની જેમ તેઓની સ્તુતિ કે નિંદા કરનાર તેનું શુભાશુભ ફળ પામે જ છે, માટે પ્રાર્થના સફળ છે. વળી ભકિતના અતિશયથી બેલાતું વચન દેવરૂપ નથી, પણ વ્યવહાર ભાષારૂપ સત્ય છે.