________________
પ્ર૦ ૪ દિનચર્યા–નમોત્થણુની સંપદાનું વર્ણન
૧૬૫
૧. સ્વૈતવ્ય સંપદા= એટલે સ્તુત્યની યોગ્યતા જણાવનારી સંપદા, તેમાં બે પદે છે અરિહંતાણું, ભગવંતાણું, તેને અર્થ અરિહંત (અનતે અને અહંત) ને
ત્યુ એટલે નમસ્કાર થાઓ, તથા ભગ-શબ્દ વાચ્ય સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્ન, એ છ ભાવને પામેલા માટે ભગવંતે, તેમને નમસ્કાર થાઓ, હવે પછીના પ્રત્યેક પદે સાથે “નમસ્કાર થાઓ” એમ સમજી લેવું. અહીં બહુવચનને પ્રયોગ અદ્વૈતવાદનું મિથ્યાપણું અને બધાને નમસ્કાર કરવાથી ઘણું ફળ મળે, એમ જણાવવા માટે છે.
ર. સ્તોતવ્ય હેતુ સંપદા= એટલે કયા હેતુથી અરિહંત સ્તુતિને પાત્ર છે? તે હેતુઓને જણાવનારા આઈગરાણું, તિસ્થયરાણું અને સયંસંબુદાણું, એ ત્રણ પદ તેમાં
(૧) આઈગરાણું - સર્વ પ્રકારની નીતિમાં કારણભૂત એવા શ્રતધર્મની અદિ કરનારને. શ્રતધર્મ અર્થથી એક અને શાશ્વત છે. પણ શબ્દથી દરેક તીર્થકરેને ભિન્ન અને સાદિસાક્ત હોય છે.
(૨) તિસ્થયરાણું - સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. ચતુર્વિધ શ્રીસંઘ, પ્રથમ ગણધર અને દ્વાદશાંગી, એ ત્રણે તીર્થો કહેવાય, દરેક તીર્થંકરે આ તીર્થના કરનારા હોય છે, માટે તીર્થનાં કરનારાને અને
(૩) સયંસંબુદ્દાણું- છેલ્લા ભવમાં ત્રણ જ્ઞાન સહિત અવતરતા હોવાથી, તેમનાથી અધિક જ્ઞાની કોઈ હોય નહિ, તેથી ગુરુ વિના જ સ્વયં બોધને પામે તેથી સ્વયં સંબધ પામેલાને એમ આ ત્રણ ગુણવાળા હોવાથી તેઓ સ્તુતિ કરવા એગ્ય છે.
૩. સ્વૈતવ્ય વિશેષ હેતુ સંપદા= અરિહંત ભગવંતની સ્તુતિ કરવામાં વિશિષ્ટ હેતુઓ. “પુરિસરમાણુ પુરિસસિહાણુ પુરિસવરપુંડરિયાણું, પુરિસવરગંધહસ્થીણું,” એ ચાર કહ્યા છે, તેમાં
(૧) પુરિસુત્તમાણું - અરિહંતને આત્મા તથાભવ્યત્વને કારણે અનાદિ કાળથી અન્ય છ કરતાં ઉત્તમ હોય છે, પોતાના બાહ્ય સુખને ગૌણ કરીને પણ પરોપકાર કરવામાં વ્યસની, ઔચિત્યના સ્વામી, દીનતા રહિત, સફળ પ્રવૃત્તિ કરનારા, કૃતજ્ઞતાના સ્વામી, સંલેશ રહિત, દેવ ગુરૂ પ્રત્યે બહુમાની, ગભીરતાના સમુદ્ર, વગેરે ગુણે તેઓમાં સહજ હોવાથી પુરૂષોત્તમ છે. આ વિશેષણથી “સર્વ જીવે બુદ્ધ થઈ શકે છે” એ બૌદ્ધ-મતનું નિરાકરણ થાય છે, કારણ કે તીર્થકરે તે અનાદિ તથા ભવ્યત્વ દ્વારા વિશિષ્ટ હોય તે જ થાય.
(ર)- પુરિસસિંહાણું – પુરૂષ છતાં શૌર્ય, વીર્ય, વગેરે ગુણની પ્રધાનતાથી તેઓ ઉપમાથી પુરૂષોમાં સિંહ સમાન છે. આ વિશેષણથી જેઓ એમ માને છે કે ઉપમા તે હીન કે અધિક હય, માટે કેઈને કોઈની ઉપમા ઘટે નહિ, તે મને નિરાસ થાય છે.