________________
૧૧૮
ધમ સંગ્રહ ગુરુ ભા૦ સાદ્વાર ગા, ૪૫
૨. મિથ્યાઉપદેશ– ઈરાદે પીડા કરવાને ન હોય છતાં પ્રમાદથી “ઊંટ-ગધેડાં ઉપર ભાર ભરે, અમુકને મારી નાખો ” વગેરે બોલે. કે વસ્તુ હોય તેથી વિપરીત, કે સાંભળનારને સંદેહ પડે તેવું બેલે અથવા વિવાહાદિ પ્રસંગે અંતરાય કરવાના ઇરાદાથી સ્વયં કે બીજા દ્વારા બે પૈકી એક પક્ષને ખોટી સલાહ આપે-અપાવે છતાં માને કે હું અસત્ય બોલતો નથી, બીજાને સલાહ આપું – અપાવું છું, ત્યારે વ્રત પાલનની અપેક્ષા છતાં અસત્ય બોલવા – બેલાવવાથી મિથ્યાઉપદેશરૂપ અતિચાર ગણાય અથવા સીધી રીતે નહિ પણ બીજાના દૃષ્ટાંતથી મિથ્યા સલાહ આપે. જેમકે આવા પ્રસંગે અમુક માણસે આમ કર્યું, વગેરે પણ મિથ્યા ઉપદેશ ગણાય.
૩. ગુૌભાષણ– તેમાં કોઈની રાજ્યવિરૂદ્ધ વગેરે ગુપ્તવાત અનુમાનથી જાણીને બીજાને કહેવી, અગર ચાડી કરવી અહીં પણ ઈરાદાપૂર્વક અહિત કરવા બેસે તે વ્રતભંગ થાય, હાંસી– મશ્કરી કે પ્રમાદથી બેલે તે અતિચાર ગણાય.
૪. કટલેખ અતિચાર– તેમાં ખોટા લેખ લખવા, બીજાના જેવા અક્ષરેથી બેટી સહી કરવી વગેરે આ વ્રતમાં જેણે “કાયાથી અસત્ય બોલવું નહિ કે બેલાવું નહિ” એવા ભાગે વ્રત કર્યું હોય તેને તે ખેટું લખવા – લખાવવાથી વ્રત ભાંગે, અતિક્રમ, વ્યતિક્રમથી કે પ્રમાદથી લખાઈ જાય તો અતિચાર અથવા પોતે માને કે “મારે છેટું બેલવાનું વ્રત છે. લખવાનું વ્રત નથી, માટે વ્રત ન ભાંગે” ત્યારે વ્રત પાલનનું લક્ષ્ય હોવાથી અતિચાર ગણાય.
૫. વિશ્વાસુની વાત પ્રગટ કરવી – તેમાં સ્ત્રી, મિત્ર વગેરેની ગુપ્ત છતાં વિશ્વાસથી કહેલી સત્યવાતને પણ જાહેર કરતાં કોઈના પ્રાણ જાય માટે અતિચાર કર્યો છે. અહીં ગુહ્ય ભાષણ અને ગુપ્તવાત જાહેર કરવી બંને સમાન છતાં ગુહ્ય ભાષણમાં અનુમાનથી જાણેલી ગુપ્તવાત અને પાંચમામાં વિશ્વાસથી સામાએ કહેલી વાત, એમ ભેદ છે માટે બે અતિચારો જુદા છે. વળી ત્રીજામાં માત્ર ગુપ્ત જાહેર કરવા રૂપ ચાડી છે, પાંચમા માં વાત સાચી છતાં વિશ્વાસઘાતનું મોટું પાપ છે. એમ બન્નેમાં ભેદ છે. હવે ત્રીજા વ્રતના અતિચારો કહે છે.
मूल-स्तेनाहृतग्रह-स्तेन-प्रयोगौ मानविप्लवः ।
द्विराज्यगतिरस्तेये प्रतिरुपेण च क्रिया ॥४५|| અર્થાત ચેરીની વસ્તુ જાણવા છતાં લેવી, ચોરને સહાય કરવી, તોલ-માપ ખોટા રાખવા. શત્રુરાજ્યમાં રાજ્યાજ્ઞા વિરૂદ્ધ જવું અને સારી-હલકી વસ્તુ ભેળવીને વેચવી, એ સ્કૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં –