________________
પ્ર-૩ સમ્યક્ત્વનાં અતિચારો
૧૧૫
છે આવી કાંક્ષા પણ સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધાની ખામીથી અને અન્યદર્શનેના મહિમાની મૂઢતાથી થાય, માટે કાંક્ષા સમકિતને અતિચાર છે.
૩. વિચિકિત્સા – ધર્મકિયા તે કરું છું પણ તેનું ફળ મળશે કે નહિ? એ ચિત્તનો વિપ્લવ, જે કે શંકા અને વિચિકિત્સા બંને સંદેહરૂપ છે, તે પણ શંકામાં જિનકથિત દ્રવ્યાદિ ભાવોમાં સંદેહ અને વિચિકિત્સામાં ક્રિયાના ફળ પ્રત્યે સંદેહ, એમ બેને વિષય ભિન્ન હોવાથી જુદાં કહ્યાં છે. અથવા વિચિકિત્સા એટલે સદાચારી એવા નિષ્પાપ જીવનવાળા જૈન સાધુ – સાધ્વીના શરીર-વસ્ત્રો વગેરેને સ્નાનાદિના અભાવે મેલથી મલિન જઈને જુગુપ્સા કરવી અને અચિત્ત જળથી સ્નાન કરે તે શું વાંધે? વગેરે સૂગના વિચારે કરવા, આ પણ જિનવચનમાં શ્રદ્ધાની ખામીથી જ થાય, માટે વિચિકિત્સા એ સમકિતનો અતિચાર છે.
૪. કુદષ્ટિ પ્રશંસા- શાક્ય, કપિલ, કણાદ, બુદ્ધ, વગેરેએ પ્રર્વતાવેલ કોઈ પણ ધર્મ તે રાગ-દ્વેષને નાશ કરવામાં અસમર્થ હોવાથી કુદર્શન અને તેને સત્ય માનીને આરાધનારે (મિથ્યાદષ્ટિ) કુદષ્ટિ છે, તેની પ્રશંસાથી મિથ્યાત્વને પ્રચાર થાય અને સમ્યકત્વ મલિન થાય, માટે અતિચાર છે.
૫. કુદષ્ટિ પરિચય- અન્ય ધર્મીઓ સાથે રહેવું, પરસ્પર વાત કરવી, વગેરે પણ પરિણામે ભાવુક આત્માને ધર્મભ્રષ્ટ થવાનું કારણ બને, માટે અતિચાર છે. દઢધર્મી આત્મા તે તેઓને સત્યધર્મ સમજાવવા સાથે રહે કે વાત કરે - સાંભળે, તે પણ અગ્ય નથી. છતાં દેખાદેખી અન્ય મિથ્યાત્વમાં આકર્ષાય કે પ્રવૃત્તિ કરે, માટે દઢ ધર્મીએ પણ મહત્વના કારણ વિના પ્રશંસા કે પરિચય કરે ગ્ય નથી, છતાં ઔચિત્ય ધર્મનું આભૂષણ છે, માટે ઔચિત્યનું ખંડન ન થાય તે રીતે વર્તવું.
મિથ્યાષ્ટિઓના ૩૬૩ ભેદ કહ્યાં છે, તેમાં ૧૮૦-ક્રિયાવાદી, ૮૪–અક્રિયાવાદી, ૭અજ્ઞાનવાદી અને ૩૨ – વિનયવાદી છે. તેમાં –
૧. ક્રિયાવાદી– “કર્તા વિના ક્રિયા ઘટે નહિ, ક્રિયા પ્રત્યક્ષ છે, તે તેને કત આત્મા પણ છે,” એમ આત્મા વગેરે તનું અસ્તિત્વ માને, છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાવાળા હોવાથી તેઓના ૧૮૦ પ્રકારે થાય છે. જેમ કે- જીવાજીવાદિ નવ તને કોઈ સ્વરૂપે સત્ય માને અને કોઈ પરરૂપે સત્ય માને, એમ ૯ × ૨ = ૧૮ ભેદ, તેમાં કેટલાક સ્વરૂપે નિત્ય અને કેટલાક પરરૂપે નિત્ય માને, તેથી ૧૮ ૪ ૨ = ૩૬ થાય, તેમાં કેટલાક ઈશ્વરવાદી, આત્મવાદી, નિયતિવાદી, કાલવાદી અને કેટલાક સ્વભાવવાદી હેવાથી ૩૬ ૪ ૫ = ૧૮૦ પ્રકારે થાય,