________________
૫૦ ૩ માવકનાં નવમા વ્રતનું સ્વરૂપ
૧૦૩
દ્રવ્યથી દેવપૂજા વગેરેના અધિકાર નથી, વસ્તુતઃ દ્વવ્યક્રિયા ભાવ માટે કરવાની છે, અને સામાયિક ભાવધર્મ છે, માટે સામાયિકવાળાને દ્રવ્યપૂજા નિરર્થક છે. આવશ્યક ભાષ્ય ગા – ૧૯૪ માં કહ્યું છે કે- “દ્રશ્ય અને ભાવ એમાં દ્રવ્યસ્તવ ઘણા ગુણકારક છે. એમ કહેવું તે અજ્ઞાનીનુ' વચન છે એમ છ કાયના હિતસ્ત્રી શ્રી જિનેવા કહે છે.” આવશ્યક સૂત્રમાં પણ કહ્યુ` છે કે પાપ વ્યાપારના ત્યાગ અને નિષ્પાપ ચાગનુ સેવન તે સામાયિક છે.
આ સામાયિકના (પ્રાચીન) વિધિ શાસ્ત્રોમાં કહ્યો છે કે- સામાયિક જિનમંદિરે (બહાર મ`ડપમાં), સાધુઓની વસતિમાં, પૌષધશાળામાં અને ઘરમાં, એમ ચાર ઠેકાણે કરી શકાય, તેમાં રાજા વગેરે શ્રીમ'ત હોય તેા શાસન પ્રભાવનાથે મોટા આડંબર પૂર્વક વાજિંત્ર હાથી, ઘેાડા વગેરે શણગારીને, ચતુરગ સેના કે મોટા પરિવાર સાથે માગે યાચકોને દાન શ્વેતા, અનુમાદના કરતા – કરાવતા, સાધુની પાસે જઇ પાંચ અભિગમ સાચવીને ( મીરે જિનવદન અને સાધુઓ પાસે) ગુરુવદન કરી તેમની નિશ્રામાં સામાયિક કરે,
સામાન્ય શ્રાવક જો લેણદાર વગેરેથી માર્ગોમાં ઉપદ્રવ થવા સંભવ ન હોય તેા ઘેર સામાયિક ઉચ્ચરીને પગે ચાલતા, ઇર્યાસમિતિ વગેરેનું પાલન કરતા, સાધુ પાસે જઈ પુનઃ સામાયિક ગુરુમુખે ઉચ્ચરે, ત્યારે “ જાવ સાહૂ પન્નુવાસામિ – જ્યાં સુધી સાધુઓની પ પાસના કરૂ. ત્યાં સુધી” એવી સમય મર્યાદા કરે અને લેણદાર વગેરેથી ઉપદ્રવ સ ́ભવિત હાચ તે પૌષધશાળાયે જઈને અગર ઘરમાં સામાયિક કરે.૨૦
સામાયિક સૂત્રમાં ખેલાતા ‘તે’- હે ભાત, સુખી અથવા કલ્યાણુવાન ગુરુ ! એમ ગુરુને આમત્રણ માટે છે, આ આમંત્રણ તા ગુરુ પ્રત્યક્ષ હોય અથવા તેમના અભાવે તેમની સ્થાપના કરી હોય તા જ ઘટે. મુખ્યતયા સ્થાપના ગુરુના વિરહમાં કરવાનું વિધાન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ વિરહ'મિઠવણા' અર્થાત્ ગુરુના વિરહ હાચ ત્યાં સ્થાપના કરવી, દરેક ધર્મક્રિયા ગુરુની નિશ્રામાં સફળ થાય છે.
વિશેષાવશ્યકમાં કહ્યુ` છે કે- ગુરુ નિશ્રાથી શિષ્ય જ્ઞાનનું પાત્ર અને તથા દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય, માટે ધન્ય પુરુષો જાવ જીવ ગુરુકુલવાસને છેડતા નથી.
સામાયિક સૂત્ર (કરેમિ ભંતે)ના સામાન્ય અર્થ નીચે પ્રમાણે છે.
૨૦. સાધુઓનો યાગ છતાં વિના કારણુ ધેર સામાયિક –પ્રતિક્રમણ કરવામાં સાધુને અનાદર થાય, અને પૌષધશાળા વગેરે સ્થળે કરવાથી શાસન પ્રભાવનામાં અને ખીજાઓને અનુમેદનામાં અને પ્રેરણામાં નિમિત્ત બને, એવી સંધમાં ધર્મક્રિયાને પ્રવાહ ચાલું રહે, જિનાજ્ઞાનું પાલન થાય, ઘરના રાગ તૂટે, અને સાધિકાના પરિચય વધે, વગેરે ઘણા લાભ થાય. ઘરના કે અનુકૂળતાના રાગ હાય તા સામાયિક થાય નહિ કારણ કે સામાયિકમાં રાગ-દ્વેષના ત્યાગ કરવાના છે.