________________
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગા. ૩૭
અર્થાત્ જીવહિંસાના ભય વિનાની સઘળી પ્રવૃત્તિ પ્રમાદાચરણ-અનર્થદંડ છે. કારણ કે દુર્ગાનથી નિરર્થક ઉદ્વેગ, શરીરની ક્ષીણતા અને તંદુલિયા મચ્છની જેમ અશુભ કર્મબંધજન્ય વિવિધ દુખો ભેગવવાં પડે છે, માટે મનને રોકવું દુઃશક્ય હોવાથી ક્ષણવાર દુર્બાન થઈ જાય તે પણ તત્કાલ મનને અન્ય કાર્યમાં વાળવું. મનેનિગ્રહ ભાવનામાં કહ્યું છે કે સાધુ કે ગૃહસ્થને દરેક પ્રવૃત્તિને સાર મનનો નિગ્રહ કરે તે જ છે. પાપોપદેશ અને હિંસક શસ્ત્રાદિનું દાન પણ પુત્ર-સ્વજન સંબંધી વગેરેને ન કરવાથી ગૃહસ્થાશ્રમ ન ચાલે પણ બીજાઓને અંગે નિરર્થક હોવાથી તે બંને અનર્થદંડ છે,
લેકનીતિમાં પણ કહ્યું છે કે – “ડાહ્યા માણસે અગ્નિ, ઝેર, શસ્ત્ર, દારુ તથા માંસ, એ પાંચ કોઈને આપવાં કે લેવાં નહિ, ચોથું પ્રમાદાચરણ પણ નિરર્થક પાપનું કારણ છે, મૂઢ અને જ્ઞાનીમાં ઉદરભરણ તુલ્ય છતાં અંતર એટલું જ છે કે મૂઢ સંસારમાં રખડે છે અને જ્ઞાની વિવેકથી મોક્ષને પામે છે. માટે સર્વત્ર વિવેકથી જયણા કરવી.” શાસ્ત્રમાં જયણાને ધર્મની જનેતા, પાલક, પિષક અને એકાંતે સુખદાયક કહી છે. સુખનું મૂળ ધર્મ અને ધર્મનું મૂળ જયણા જ છે. અનર્થદંડ મહાપાપરૂપ છે. કારણ કે સપ્રયજન થતું પાપ અમુક મર્યાદિત થાય છે અને નિરર્થક પાપની કોઈ મર્યાદા રહેતી નથી, જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે. જે તે પાપ કરત જ રહે, તેને કોઈ છેડે જ ન રહે. સમાન પાપ પણ સપ્રોજન અને નિષ્ણજનમાં કર્મબંધનું અંતર ઘણું જ છે.
એમ પાંચ અણુવ્રતે અને ત્રણ ગુણવ્રત સંક્ષેપમાં કહ્યાં છે, હવે વિભાવમુક્તિ અને સ્વભાવ રમણતારૂપ ધર્મનું શિક્ષણ-શિક્ષા કે અભ્યાસ કરે, તેને શિક્ષાવતે કહ્યાં છે. તેમાં પહેલું સામાયિક વ્રત કહે છે કે
मूल-सावधकर्म मुक्तस्थ, दुर्ध्यानरहितस्य च ।।
__समभावो मुहूर्त तद्, व्रत सामायिकाहवयम् ॥३७।। અર્થાત પાપકર્મ અને દુધ્યાનથી મુક્ત એવા આત્માને એક મુહૂર્ત સુધી જે સમભાવ એટલે વચનથી પાપવચન, કાયાથી પાપક્રિયા અને મનથી આર્ત-રૌદ્રધ્યાન છેડીને બે ઘડી (રાગ દ્વેષ રહિત) સમભાવ કેળવે તે સામાયિક વ્રત છે,
તેને અર્થ શાસ્ત્રમાં કહ્યો છે કે સમ- રાગદ્વેષને અભાવ, અથવા મોક્ષ માટે સમસમાન સામર્થ્ય ધરાવતા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણ, તેને આય લાભ તે સમાય અને સમાય એ જ સામાયિક, અથવા સમાયનું કારણ તે સામાયિક જાણવું.
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “જે ત્રસ અને સ્થાવર સર્વ જીવોને સ્વ આત્મતુલ્ય માને તેને સામાયિક થાય, એમ કેવળજ્ઞાની એ કહ્યું છે. ઉપરાંત સામાયિકમાં વર્તતો શ્રાવક સાધુતુલ્ય બને છે, માટે વાર વાર બહુ સામાયિક કરવું. આ કારણે જ સામાયિકવાળાને