________________
પ્ર૭ ૩ શ્રાવકનાં ગુણવ્રતનું સ્વરૂપ
છતાં ચાલ્યું જાય તે કઈ આપઘાત પણ કરે અને અન્ય ભવમાં ધનના સ્થાને પોતે સર્પ વગેરે પણ થાય. એમ લેભ (મૂછ – મમતા) એ મહાદુઃખનું કારણ છે. માટે આત્માથી એ યથાશક્ય પરિગ્રહ પરિમાણ કરી સંતોષ ગુણને પ્રગટાવવો જોઈએ.'
એમ પાંચ અણુવ્રત કહ્યાં, હવે તેના શુદ્ધ પાલન માટે અનિવાર્ય (અણુવ્રતના પ્રાણભૂત) ત્રણ ગુણવતેમાં પહેલું દિવિરમણગુણવત કહેવાય છે.
भूलम् - उधिस्तिर्य गाशासु नियमो गमनस्य यः ।
आद्य गुणव्रत प्राहु-स्तद्दिगविरमणाभिधम् ॥३०॥ અર્થાત ઉચે નીચે અને તિર્જી, એમ દશે દિશાઓમાં જવા અંગે અમુક હદ સુધીને નિયમ તેને દિવિરમણ (અથવા દિશિપરિમાણ) નામનું પહેલું ગુણવ્રત કહ્યું છે. તેમાં ઉંચે પર્વતાદિ ઉપર ચઢવું, વિમાનમાં પ્રવાસ કરવો, વગેરે પ્રસંગે અમુક હદથી ઉગે ન જવાને, નીચે ભેયર, ખીણો, સમુદ્રતળ, કૂવા, વગેરેમાં અમુક હદથી નીચે નહિ જવાન અને પૂર્વાદિ આઠ તિછ દિશાઓમાં અમુક માઈલ, ગાઉ, કેશ, વગેરેથી અધિક નહિ જવાને, તથા નિયમિત ભૂમિથી બહારના પ્રદેશમાં વ્યાપારાદિ નહિ કરવાને નિયમ, એ અહિંસાદિ ધર્મની રક્ષા તથા વૃદ્ધિ, વગેરે ગુણ કરનાર હોવાથી શ્રી જિનેશ્વરેએ તેને ગુણવ્રત કહ્યું છે.
ગુણવતેની સહાય વિના અણુવ્રતોનું નિરતિચાર પાલન શક્ય નથી. આ વ્રતથી નિયમિત ભૂમિથી બહારના જીને અભયદાન દેવાય છે, લાભ મર્યાદિત થાય છે, એથી જૂ , ચેરી, અબ્રહ્મસેવન, વગેરે મટાં-નાનાં પાપો થતાં નથી અને સંતેષ વગેરે લાભ થાય છે. કહ્યું છે કે- અગ્નિથી ધગધગતે લોખંડનો મેળો જ્યાં સ્પશે ત્યાં પદાર્થોને બાળે, તેમ અસંતોષી લેથી જીવ જ્યાં જાય ત્યાં હિંસાદિ પાપને કરે, જે કે જીવ શરીરથી સર્વત્ર જઈ શકતે. નથી, પણ નિયમના અભાવે મનથી-(અવિરતિથી) તેને સમગ્ર વિશ્વના આરંભેની અનુમોદના (પક્ષ) દ્વારા સતત કર્મબંધ થાય છે. માટે તેનાથી બચવા આ વ્રત ગૃહસ્થને ઉપકારક છે.
- સાધુ જીવન સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન – માતાથી યુક્ત-નિરવદ્ય હેવાથી સર્વ કાર્યો તેને આરાધના રૂપ હોય છે, તેથી આ વ્રત સાધુને હેતું નથી, એમ યેગશાસ્ત્ર પ્રકાશ ત્રિીજાના ત્રીજા શ્લોકની ટીકામાં કહ્યું છે. ગૃહસ્થને આ વ્રત ચાવજ જીવ, ચાતુર્માસ પર્યત, કે તેટલું પણ દુષ્કર હોય તો સ્વલ્પ કાળનું પણ કરવાથી ઘણો લાભ થાય છે. એમ શ્રાવકનું છ વ્રત સંક્ષેપથી જાણવું. હવે બીજું ગુણવ્રત કહેવાય છે.
मूलम् - भोगोपभोगयोः सख्या-विधानयत् स्वशक्तितः ।
भोगोपभोगमानाख्य', तद् द्वितीय गुणव्रतम् ॥३१॥ ૪. વર્તમાનમાં વધી રહેલાં પાપ, દેડધામ, અશાન્તિ, વગેરે વધી ગયેલી સુખની-સુખ સાધનની મમતા-મૂછનું જ પરિણામ છે.