________________
પ્રકરણ ત્રીજું - ગુણસ્થાનક પાંચમું ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતનું સ્વરૂપ मूलम् - स्थूलहिंसादिविरति, व्रतभङगेन केनचित् ।
અણુવ્રતાનિ ચાહુ-સાવનિ મg: Iરકા અર્થ- વ્રતના (વિવિધ ભાંગા પૈકી) કોઈ પણ ભોગે સ્થૂલ હિંસા વગેરેથી અટકવું તેને શ્રી અરિહંતદેવે પાંચ અણુવ્રત કહ્યાં છે. તેમાં પ્રમાદથી ના તે તે દ્રવ્ય પ્રાણ વિગ કરે તેને હિંસા કહી છે. આ હિંસાના સ્કૂલ અને સૂકમ બે ભેદે છે, તે પૈકી પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોની હિંસાને સૂક્ષમ માનીને અહીં તે સિવાયના હાલતા ચાલતા બેઈન્દ્રિય આદિ ત્રસ જીવેની હિંસાને સ્થૂલહિંસા કહી છે. એ જ પ્રમાણે આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, ચોરનું કલંક લાગે તેવી સ્થલચોરી, પદારાદિ સાથે મિથુનરૂપ સ્થૂલ અબ્રહ્મ અને જરૂરથી અધિક વસ્તુઓને સંગ્રહ તથા તેમાં મૂછ તેને સ્થલ પરિગ્રહ કહ્યો છે.
વિશ્વમાં આ પાંચ મહાપાપ છે, તેની સ્કૂલ નિરતિ અર્થાત્ મર્યાદિત ત્યાગ કરે તેને શાસ્ત્રીય પરિભાષામાં સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ સ્થૂલ મૃષાવાદ વિરમણ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલ મૈથુન વિરમણ અને સ્થૂલ પરિગ્રહ વિરમણ, એ નામનાં ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહ્યાં છે. સાધુની સર્વવિરતિની અપેક્ષાયે અથવા નીચેના ગુણસ્થાનકરૂપે હાનાં હોવાથી અણુવ્રત છે. અથવા સાધુધર્મના ઉપદેશ પછી (સાધુ ધર્મ માટે અશક્ત ગૃહસ્થને) આને ઉપદેશ કરાત હેવાથી “પછી એટલે અનુ” અર્થમાં એને અનુવ્રતે પણ કહ્યાં છે. વ્રતે પાંચ છતાં ધર્મરૂપે તે એક જ હોવાથી અહીં પાંચને એક વિરતિ ધર્મ કહ્યું છે, તેના પ્રરૂપક કઈ સામાન્ય નથી, પણ સંભવ એટલે ખૂદ તીર્થંકરદેવ છે, માટે તે ઉપાદેય છે.
ગૃહસ્થનાં આ વ્રતે સાધુના વતની જેમ સંપૂર્ણ ત્રિવિધ ત્રિવિધ ભાગે લઈ શકાતાં નથી, પણ દ્વિવિધ - ત્રિવિધાદિ વિવિધ ભાંગાઓથી લઈ શકાય છે. સામાન્યથી ગૃહસ્થોના વ્રતધારી અને વ્રતરહિત બે ભેદે થાય, તેમાં વ્રતધારીઓના ૧. દ્વિવિધ-ત્રિવિધ, ૨. દ્વિવિધદ્વિવિધ, ૩. દ્વિવિધ એકવિધ, ૪. એકવિધ-વિવિધ, પ. એકવિધ– દ્વિવિધ અને ૬. એકવિધએકવિધ એમ છ ભેદ થાય, તેમાં ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રત એ સાતે વ્રતને એક ગણતાં સાતમો ભેદ ઉત્તર ગુણધારીને તથા તેમાં વ્રતરહિત ગુહસ્થને એક મેળવતાં કુલ આઠ ભાંગા થાય.
આ દ્વિવિધ-ત્રિવિધ વગેરે ભાંગાનું સ્વરૂપ આ પ્રમાણે છે- કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારની ક્રિયા એટલે કરણ અને મન, વચન તથા કાયા એ ત્રણ હેતુ= સાધનેને યે કહ્યા છે. ત્રણે કરણ અને ત્રણે વેગથી કરતા પાપને સંપૂર્ણ ત્યાગ તે સાધુ જ