SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ માતધ્યાન ૫૭ આર્તધ્યાન શરૂ જ છે. પછી અનિષ્ટ હશે તે ય તે મનને કર્યો કરશે. જીવને વિષયાસક્તિ કયાં ઓછી છે? પછી આસક્તિને લીધે મનમાં વિષયેના વિકલ્પ-વિચારે-કલ્પનાઓ એટલા બધા ચાલે છે કે એમાં ક્ષણ ક્ષણ પણ મન કયાંક સ્થિર તન્મય થતાં એ આર્તધ્યાનનું રૂપક પકડે છે. આમાં કશું મળવા–ભેગવવાનું નહિ છતાં દિનભરમાં આવાં ય આર્તધ્યાન કેટલાં? વિષયગૃદ્ધિ રાખવી છે અને આર્તધ્યાન કરવું નથી એમ બને ? (૧૦) સદ્ધર્મ યાને શુદ્ધ ધર્મથી પરાભુખ હોય એ પણ આર્તધ્યાનમાં રમતા હોય છે. જીવનમાં ધર્મને જે સ્થાન નથી અથવા છે તે ગૌણ, બહુ મામુલી અને તે ય રાબેતા મુજબ અમુક ક્રિયા જ કરી દેવારૂપ હોય, તે એના મનમાં બીજું શું ચાલવાનું? આડા, અવળા ફજુલ વિચારે એમાં પછી કેઈ ઈષ્ટ–અનિષ્ટના અંગે મન સહેજ પણ સ્થિર થતાં આર્તધ્યાન આવી જ ઊભું છે. એમ, શુદ્ધ ધર્મ ક્ષમા મૃદુતા વગેરે ૧૦ પ્રકારને ચારિત્ર-ધર્મ. એનાથી પરામુખતા એટલે ક્રોધ, માનાદિમાં ઓતપ્રોતતા રહેવાની. તેથી આર્તધ્યાન જ રહ્યા કરે, ખૂબી કેવી છે કે જીવનમાં ધર્મ તે હેય, પણ તે અશુદ્ધ, અસર્વજ્ઞ–કથિત ને હિંસા-રાગાદિ પાપથી મિશ્રિત હોય તે ત્યાં પણ એનાં વિધાન ખરેખર આત્મહિતકારી નહિ હોવાથી મનના માન્યા ઈષ્ટ બની જાય છે, ને તેથી જ તેના પર થતું ધ્યાન આર્તધ્યાનરૂપ બને છે. કેવી દુખદ સ્થિતિ ! "ધર્મના નામ હેઠળની પ્રવૃત્તિમાં પણ આર્તધ્યાન? માટે જ કહ્યું કે “ધર્મ છે કે જે દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે, અચાવી લે. ?
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy