________________
૨૬
ધ્યાનશતક
વગેરે જે સંપર્કમાં આવે તે એ ગમતું નથી. એના પર
ષ અને અરુચિ થાય છે. પછી ચિત્ત એ કેમ હટે?” એવા એના વિયોગના વિચારમાં ચડે છે. એમાં ક્ષણવાર પણ ચિત્ત જે સિથર બને, અત્યંત તન્મય બને, તો એ અનિષ્ટવિયેગ આર્તધ્યાનસ્વરૂપ ધાય. આર્તધ્યાન ત્રણે કાળના વિષય અંગે હેઈ શકે. ત્રણે કાળના વિષયો અંગે આર્તધ્યાન:
એમાં (૧) આ વર્તમાન વિષય “અનિષ્ટ વિગ” અંગેનું બન્યું. (૨) ત્યારે ભાવી વિષયનું આર્તધ્યાન એ રીતે કે “ભવિષ્યમાં અનિષ્ટ કેમ ન આવે”, “ન આવે તે સારું–આવું અનિષ્ટના અ-સંગ પર મન લાગી જાય. (૩) એમ અતીત વિષય અંગેનું આર્તધ્યાન એ રીતે કે પૂર્વે વિયોગ થઈ ચૂકેલા અથવા પૂર્વે સગમાં જ ન આવેલા વિષય અંગે મનમાં ફુરી આવે કે અરે ! એ કે દુઃખદ પ્રસંગ યા પદાર્થ ગયો ? ઠીક ગયો”યા
એ ન આવે, બચી ગયા, સારું થયું. આ અતીત–થઈ ગયેલી વસ્તુને અત્યારે કોઈ સંબંધ નથી, છતાં અત્યારે મન એના પર જવાથી બગડે છે. એમ ભાવી પણ ધાયું બને કે ન બને કેને ખબર, કિન્તુ અત્યારે એનું એકાગ્ર ચિંતન એ આર્તધ્યાન થાય છે. આમ, આગળના આતંધ્યાનના ભેદમાં પણ વર્તમાન વિષયની જેમ અતીત અને ભવિષ્યના તેવા વિષય અંગે પણ આર્તધ્યાન બને છે.