SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાન * 1.૨૮૯ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. હવે બાકીને લગભગ બધે આયુષ્યકાળ આ ગુણઠાણે વિતાવે છે. માત્ર જ્યારે આયુષ્યકાળ સમાપ્ત થવાને હેય અને મોક્ષ પામવાની અત્યંત નિકટતા આવી હોય ત્યારે એ ગનિરોધની ક્રિયા કરે છે. એમાં કાયયેગથી મનેયેગ અને વચનગને સર્વથા નિધિ કરી લીધા પછી હવે જ્યારે કાયયોગ પણ અડધેપડધે નિરુદ્ધ થઈ જાય છે, અને માત્ર સૂક્ષમ શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ કાયક્રિયા રહી હોય છે, ત્યાં “સૂમક્રિયા–અનિવતી' નામનું ત્રીજુ શુકુલધ્યાન આવે. “અનિવતી’ એટલે સંપૂર્ણ આત્મસિસ્થરતા તરફના અત્યંત પ્રવર્ધમાન પરિણામથી હવે નિવૃત્ત નહિ થનારી યાને સૂમમાંથી બાદર રૂપમાં પાછી નહીં ફરનારી, એવી સૂક્ષ્મ કાયક્રિયા તે સૂક્ષ્મક્રિયા અનિવતી. આ અવસ્થા એ જ ધ્યાન, એ જ ત્રીજું શુફલધ્યાન. અહીં મન નહિ, તેથી મનની એકાગ્રતા નહિ, છતાં આને ધ્યાન કેમ કહે છે એ આગળ સમજાવશે. આ ધ્યાન ક્ષણવાર રહીને પછી એ સૂક્ષ્મકાયાગ–અવસ્થા પણ બંધ થઈ જાય છે. કેમકે આત્મપ્રદેશને સર્વથા સ્થિરનિશ્ચળ કરવાને અત્યંત પ્રવર્ધમાન પુરુષાર્થ બાદર-સૂમ મનેયોગ-વચનગને તથા બાદર કાયયોગને તદ્દન અટકાવી દીધા પછી હવે સૂક્ષ્મકાયયેગને પણ તદ્દન બંધ કરી દેવા તરફ આગળ વધી રહ્યો છે. તે એ કાયયેગને સર્વથા અટકાવીને જપે છે. આ બધું ૧૩માં ગુણસ્થાનકના અંતિમ કાળે બને છે, તે ૧૩માં ગુણસ્થાનકને કાળ પૂરો થતાં સર્વથા યેગનિરોધ આવીને ઊભે રહે છે. એ થતાં જ ૧૪મું “અગિકેવળી ” ગુણસ્થાનક શરૂ થાય છે. ૧૮
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy