________________
૨૮૪
ધ્યાનશતકે
उपाय-टिइ-भगाइपजयाण जमेगवत्थुमि । नाणानयाणुसरण पुधगययाणुसारेण ॥७७॥ सवियारमत्थ-वंजण-जोगतरओ तय पढमसुक्कं । होइ पुहुत्तवितकं सवियारमरागभावस्स ॥७८ ॥
અર્થ - એક (અણુ-આત્માદિ) દ્રવ્યમાં ઉત્પાદ-સ્થિતિનાશ વગેરે પર્યાનું અનેક નોથી “પૂર્વગત કૃતના અનુસાર જે ચિંતન, તે પણ પદાર્થ દ્રવ્ય શબ્દ (નામ) અને યોગ (મનેયોગાદિ)ના ભેદથી સવિચાર અર્થાત્ એ ત્રણેમાં એક પરથી બીજા પર સંક્રમણવાળું ચિંતન, એ પહેલું શુકલધ્યાન છે. એ પણ વિવિધતાએ શ્રતાનુસારી હાઈ સવિચાર છે, અને તે રાગભાવ– રહિતને થાય છે,
શુકલધ્યાને “કમ” દ્વાર વિચાર્યું. હવે “ધ્યાતવ્ય” દ્વાર વિચારતાં કહે છે –
વિવેચન ૧. શુકલધ્યાન પૃથકવિતર્ક-સવિચાર – ધ્યાતવ્ય? એટલે ધ્યેય, યાને ધ્યાનને વિષય. શુકલધ્યાનના ચાર પ્રકારમાં પહેલા પ્રકારનો ધ્યેય વિષય યાને ધ્યાતવ્ય વિષય એક દ્રવ્યના પર્યાય છે. અહીં ધર્મધ્યાન કરતાં શુકલધ્યાનને વિષય સૂક્ષ્મ છે, એટલે “એક દ્રવ્ય” તરીકે કેઈ અદ્રવ્યના યા આત્માદિ દ્રવ્યના પર્યાય એ પહેલા શુકલધ્યાનને વિષય બને છે. એ પર્યાય છે ઉત્પત્તિ-સ્થિતિનાશ, યા મૂર્તત્વ અમૂર્તવ. એક જ દ્રવ્યના પર્યાયનું આ ધ્યાન દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક યા નિશ્ચય-વ્યવહારાદિનયના અનુસારે હોય છે. એટલે દા.ત. દ્રવ્યાસ્તિક નયથી તે ઉત્પાદ આદિ પર્યાયને દ્રવ્યથી અભિનપણે ચિંતવે. આ ચિંતન ચૌદ “પૂર્વનામના મહાશાની અંતર્ગત શ્રતના અનુસારે હોય છે.