________________
શુકલધ્યાન
૨૮૩
પ્રશ્ન-વચ્ચેના પ્રદેશને સ્પર્યા વિના કેમ જઈ શકે? અને સ્પશે તે વચ્ચે સમય પણ લાગે ને?
ના, ન લાગે; કેમકે જીવ સંસારકાળમાં સૂક્ષમ એકેન્દ્રિયપણે ય ઠેઠ ઉપર જતું હતું તે તે કર્મની પ્રેરણાથી, છતાં ય ત્યાં વચ્ચેના આકાશપ્રદેશની સ્પર્શના નહતી, તે પછી હવે તે સર્વકર્મબંધન તૂટી જવાથી ફેરફૂલ બનેલે સિદ્ધ જીવ અહીંથી છૂટતાવેંત પછીના જ સમયે ઉપર પહોંચી જાય એમાં નવાઈ નથી. સાકારોને સિદ્ધિ
પ્રશ્ન–હવે જે એકલે શુદ્ધ જીવ જ છે, કમબંધન નથી, તે કાન્ત જઈને કેમ અટકે? એથી ય ઉપર કેમ ન જાય?
ઉ૦ –એનું કારણ એ જ છે કે કાન્તની ઉપર ગતિ– સહાયક ધર્માસ્તિકાય તવ નથી. એ તવ તે માત્ર ચૌદ રાજકવ્યાપી યાને લેાકાકાશવ્યાપી જ છે, અલેકવ્યાપી નથી. તે ગતિ-સહાયક ધર્માસ્તિકાય વિના અલકમાં શી રીતે જાય?
સર્વકર્મક્ષય થતાં જ મેક્ષ પામવાનું જે થાય છે તે વખતે કેવળજ્ઞાન-કેવળદર્શન એ બેમાંથી કેવળજ્ઞાનને જ એટલે કે સાકાર જ ઉપગ હોય છે. નિયમ છે કે બધી લબ્ધિઓ. સાકાર ઉપગે યાને જ્ઞાનેપગે પ્રગટ થાય, નિરાકાર યાને દશને પગે નહિ. અલબત્ મેષ થવાને બીજા સમયે કેવળ દર્શનનો ઉપયોગ આવે તે પછીના સમયે વળી કેવળજ્ઞાનને ઉપયોગ આવે. એમ હવે શાશ્વતકાળ સમય-સમયે ફરતા ફરતી. જ્ઞાનેગ, દર્શને પગ ચાલ્યા કરે છે.