________________
२६८
ધ્યાનશતક
અહીં પ્રશ્ન થાય કે “છદ્મસ્થ આત્મા ત્રિભુવનમાં ફરનારા મનને સંક્ષેપીને આણુ ઉપર ધારી રાખે તે કેવી રીતે, ક્યા દષ્ટા ન્તથી? એમ કેવળી ભગવાન હવે મનને હટાવી દે, દૂર કરી દે, એ કેવી રીતે ?' એને ઉત્તર કરે છે –
વિવેચન-મનઃસંકેચ–મને નાશનાં દષ્ટાન્ત –
અહીં મનને સંકેચીને અણુ પર લાવી મૂકી પછીથી સર્વથા દૂર થઈ જવાનાં ત્રણ દષ્ટાન્ત બતાવે છે,-૧. શરીરમાં વ્યાપ્ત ઝેર, ૨. ઈંધણ પર અગ્નિ, અને ૩. ઘડી યા તપેલ વાસણના મધ્યે રહેલ પાણી. (૧) વિષ-સંકેચનું દષ્ટાન્તા –
જેવી રીતે કેઈ સર્પદંશ વગેરેનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું હોય, પરંતુ ત્યાં કઈ માન્ટિક મંત્ર પ્રયોગ કરે છે તે એ મંત્ર ભણતાં ભણતાં કમશઃ વિષને દેહના અંગેમથી સંકેચી સંકેચી ઠેઠ દંશના ભાગમાં લાવી દે છે. પછી પણ શ્રેષ્ઠતમ મન્ન-પ્ર થી એ દૃશભાગમાંથી પણ એને દુર કરી દે છે. ત્યાં શરીર તદ્દન નિર્વિધ સ્વસ્થ બની જાય છે. (કઈ જગ્યાએ ગાથામાં “સંતોનેહિ પાઠ છે. ત્યાં શ્રેષ્ઠતર મન્ત્ર અને વેગ એમ બે વિષનાશક લેવાના એમાં “ગ” એટલે તેવા પ્રકારનો વિશિષ્ટ ઔષધને પ્રવેગ આવશે.) આ દષ્ટાન્ત.
હવે એને ઉપનય એવી રીતે કે અહી મન એ સંસારના અનેક મરણેનું કારણ હોઈ ઝેરરૂપ છે. એ મન આખા ત્રિભુવનરૂપી શરીરમાં વ્યાપી જાય છે. અર્થાત્ ત્રિભુવનને વિષય કરે છે. પરંતુ ક્રમશઃ ઝેર ઉતારનાર માંત્રિકની જેમ જિનવચનનાં ધ્યાન