________________
પરિચય
પ્ર–મિથ્યાદર્શન–અવિરતિ વગેરે શું છે ?
ઉ–એ આત્માના પરિણામ છે. * મિથ્યાદર્શન એ એ આત્મ-પરિણામ છે કે જેમાં વસ્તુદર્શન મિથ્યા થાય છે. વસ્તુ જે સ્વરૂપે છે તેને તેવા રૂપે ન જોતાં એટલે કે ન માનતાં વિપરીતરૂપે માનવી એ મિયાદન. દા. ત. આત્માને જ્ઞાનદિ સ્વરૂપ ન માનતાં શરીરરૂપ યા જ્ઞાનાદિસ્વભાવ-રહિત કેરે ધાકેર માન. એમ પરમાત્માને વીતરાગ ઉદાસીન ન માનતાં જગકર્તા માનવા. આ મિથ્યાદર્શન છે. * અવિરતિ એટલે હિંસાદિ પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે તે. વિરતિ એટલે પ્રતિજ્ઞા બદ્ધ ત્યાગ. દા. ત. “મારે જીવને મારે નહિ” આવી પ્રતિજ્ઞા કરીને હિંસા ન કરે એ હિંસાની વિરતિ. પણ હિંસા ન કરતા હોય છતાં પ્રતિજ્ઞા ન હોય તે એ હિંસાની
અવિરતિ કહેવાય. * પ્રમાદ એટલે અજ્ઞાન, ભ્રમ, સંશય, વિસ્મરણ વગેરે.કષાય એટલે જેનાથી કષ=સંસારને આય =લાભ થાય તે ક્રોધ-માન-માયા-લભ-હાસ્ય-શેક-હર્ષ– ખેદ વગેરે. યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિને આત્મપરિણામ, ચિતન્યસ્કુરણ.
આ પાંચે કે ઓછાવત્તા પણ કારણ આત્મા પર કર્મનો સંબંધ કરાવે છે.
પ્ર–કર્મ કેટલા પ્રકારના છે? તે શું કામ કરે છે?
ઉ૦–કર્મ મૂળ આઠ પ્રકારે છે, ને એ નીચેના કોઠા પરથી સમજાશે કે દરેક પ્રકાર આત્માના મૂળ સ્વભાવને ઢાંકી દઈ એમાં કેવું કેવું વિકૃત સ્વરૂપ દેખાડે છે.