________________
ધ્યાનશતક
વર્ષમાં તે “પૂર્વ” જ્ઞાન સમૂળગું નષ્ટ થયું. શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજ એના અંત ભાગમાં થયા એટલે એમને લગભગ ૧ પૂર્વ જેટલું જ્ઞાન હશે એમ મનાય છે. એટલું પણ કાંઈ કમ નહિ; તે એના આધાર પર એમણે જે એકલા કરેમિ ભંતે' સામાયિકસૂત્રની નિર્યુક્તિ પર લગભગ સાડા ત્રણ હજાર કપ્રમાણ “વિશેષાવશ્યક ભાષ્ય” રચ્યું ને એમાં એવાં પંચજ્ઞાન, અનુગ, ગણધરવાદ, નિહવવાદ, પરમેષ્ઠિ-નમસ્કાર વગેરે પર તર્ક પૂર્ણ વિશદ વિવેચન કર્યા, કે તે પછીથી આ શાસ્ત્ર “આકર ગ્રન્થ” તરીકે પ્રસિદ્ધ છે, અને દ્રવ્યાનુયેગનું મહાશાસ્ત્ર ગણાય છે. આના ઉપરાંત આ જ મહર્ષિએ શમણુસૂત્રમાં આવતા
ચઉહિં ઝણેહિ પદને લઈ “ઝાણ એટલે કે ધ્યાન, તેના પર ધ્યાન-યયન” પણ રચ્યું છે. ૧૦૫ ગાથાનું એટલે ૧૦૦ “શત’ની નજીક સંખ્યાની ગાથાઓનું, માટે આ અધ્યયને ધ્યાનશતક તરીકે ઓળખાય છે.
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ શાસ્ત્રની ગાથાના પદ પદના ગંભીર ભાવ સ્પષ્ટ કરવા પૂરતી વ્યાખ્યા રચી છે. ૧૪૪૪ શાસ્ત્રોના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ આ બહુશ્રુત મહાપ્રજ્ઞ આચાર્ય ભગવંતની ય ભારે પ્રસિદ્ધિ છે. પેગશતક, ચગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, અનેકાન્તવાદ, ઉપદેશપદ, પંચાશક, ધર્મ સંગ્રહણી વગેરે મૌલિક શાસ્ત્રો રચવા ઉપરાંત એઓશ્રીએ શ્રી ચિત્યવંદનસૂત્રવૃત્તિ, પંચસૂત્રવૃત્તિ, આવશ્યકવૃત્તિ વગેરે વ્યાખ્યાન્વે પણ રચ્યા છે. એમને એક આ ધ્યાનશતક પર સંક્ષિપ્ત