________________
૧૭૮
ધ્યાનશતક
વિકી યિા. પછી શપ્રયોગ કરતાં જીવને દુઃખ દેવાનું થાય તે પારિતાપનિકી, અને અંતે જીવને નાશ થાય તે પ્રાણાતિપાતિકી ક્રિયા.
આશ્રવના અનર્થના દૃષ્ટાન્ત –
અહીં રાગ-દ્વેષ-કપાય-મિથ્યાત્વ-અવિરતિ અને હિંસાદિ ક્રિયાથી નીપજતા અનર્થ ચિંતવવાના છે તે આ રીતે, કે “અરે! આ જીવનમાં રાગાદિમાંથી કેવા મહાનુકસાન ઊતરે છે! મમ્મણ ધન પરના રાગથી સુખે ખાવા-પીવા ન પામ્યું. કેણિક રાજ્યના લેભમાં શ્રેષથી પિતા શ્રેણિકને કેદમાં પૂરનારે થયે, ને ભાન આવ્યું ત્યારે પિતાને ગુમાવનારે બન્યું. સુબ્મ સમૃદ્ધિના લાભ અને મદમાં ધાતકી ખંડના ભરતને જીતવા જતાં વિમાન અને લ્હાવ-લશ્કર સાથે દરિયામાં પડ્યો. પ્રદેશીએ સૂર્યકાન્તા રાણું પર બહુ રાગ કરેલો તે રાણીએ અંતે એને ઝેર આપ્યું. ધવલ શ્રીપાલ પર દ્વેષની પ્રવૃત્તિ કરી કરી દુઃખી થતાં અંતે શ્રીપાલને મારવા જતાં પડ્યો, ને પિતાની કટારીથી પોતે જ મર્યો. કુલવાલક મુનિ વેશ્યાના રાગમાં અંતે ભગવાનને સ્તૂપ ઊખેડી નખાવનાર બન્યા. અભયા રાણું સુદર્શન શેઠ પર કામરાગ અને માયા કરવા જતાં દેશવટે પામી. સેમિલ સસરાએ ગજસુકુમાળને શ્રેષમાં માર્યા પછી એ કૃષ્ણજીને જોતાં જ હૃદયાઘાત અનુભવી મર્યો.
રાગાદિના પિતાને ચાલુ અનર્થમાં, દા. ત. વસ્તુ પર રાગ કરવા જતાં (૧) એમાં બગડવાના લીધે દુઃખ થાય છે. (૨) રાગના લીધે નરસાને સારુ માનવાનું અજ્ઞાન આવે છે.