________________
૧૫૬
ધર્મધ્યાન સિવાય બીજા કયાં વચનનું હોય છે કે જેથી સર્વ લબ્ધિઓની શક્તિ ઉત્પન્ન થાય? વળી (ii) સામર્થ્યની પુષ્કળતા–વિશાળતા એ રીતે કે ગૌતમ મહારાજે વીર પ્રભુને પૂછ્યું, “હે ભગવંત! ચૌદપૂર્વી એક ઘડામાંથી હજારો ઘડા કરવા સમર્થ છે?” પ્રભુએ કહ્યું, “હંતા ગોયમા ! પ્રભૂ ર્ણ દસ પુવી ઘડાઓ ઘડસહર્સ કરિzએ.” ચૌદ પૂર્વધર “પ્રભુ” એટલે સમર્થ છે. આ સામર્થ્ય કેટલું બધું વિશાળ ?
આ તે જિનવચનના આ લેકમાંના સામર્થ્યની વાત. ત્યારે, પરલોકમાં ચૌદપૂર્વીને જન્મ જઘન્યથી ૬ઠ્ઠા લાંતક વિમાનિક દેવલોકમાં અને ઉત્કૃષ્ટથી અનુત્તર દેવકના સર્વાર્થ સિદ્ધ વિમાનમાં થાય છે, અથવા એ સર્વ કર્મક્ષય કરી મેક્ષમાં જાય છે.
(૧૦) મહાવિષય –“જિનવચન અહો ! કેવું મહાન યાને સકલ દ્રવ્યાદિ વિષયવાળું છે!” કહ્યું છે “દવઓ સુયનાણી ઉવઉત્તે સવ દવાઈ જાણુઈ’–અર્થાત્ શ્રતજ્ઞાની દ્રવ્ય પર ચિત્તને ઉપગ મૂકે તે સર્વ દ્રવ્યને જાણે છે, જાણ શકે છે. અલબત કેવળજ્ઞાનીની જેમ એ ધર્માસ્તિકાયાદિ દ્રનું પ્રત્યક્ષ ન કરી શકે, કિન્તુ કેવળજ્ઞાની જિનેન્દ્ર ભગવાને
એ સમસ્ત દ્રવ્યનું પ્રતિપાદન કરેલું છે, તેથી એમનાં વચન પરથી એ સર્વ દ્રવ્યને જાણી શકે, એમ એના કેટલાય પર્યાને પણ જાણી શકે.
(૧૧) નિરવઘ –અહે જિનવચન કેવાં નિરવઘ નિર્દોષ છે !” વચનના ૩ર દેષ હોય છે. અત્યુક્તિ, પુનરુક્તિ, તુચ્છ