SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધર્મધ્યાન આત્મા એ દ્રવ્ય–આચાર નિક્ષેપ. એમ. (૪) આચારને ભાવ એટલે મુખ્ય આચરણ–વસ્તુ દા. ત. અહિંસા આચરાય તે. એ ભાવ-આચાર નિક્ષેપ. દરેક વસ્તુમાં આ નામાદિ ચાર નિક્ષેપ થાય, કેઈમાં તેથી વધુ પણ થાય. જેમકે “ક” વસ્તુમાં નામલેક સ્થાપના ક.વગેરે ઉપરાંત ક્ષેત્રક, કાળક, ભવલેક ઈત્યાદિ. " e “અનુગમ” એ ત્રીજું અનુગ દ્વાર છે. અનુગમ કર યાને સૂત્ર યા એની નિયુકિત (સૂત્રનું અર્થ સાથે નિર્યોજન, જડવું તે) સાથે અનુગત કરવું અર્થાત સંમિલિત સમન્વિત કરવું. દા. ત. “આચાર” અંગના સૂત્રને પહેલે શબ્દ લઈ એમાં અને એની નિક્તિમાં અનુગમ કરાય. ૭ “નય” એ ચોથું અનુગદ્વાર. એની સમજ આ રીતે, (ગ) નયઘટિત જિનવચન છે, માટે એ મહાઈ છે. “નય? એટલે જુદી જુદી દષ્ટિ, અપેક્ષા, જેનાથી વસ્તુને તે તે અંશે વિચાર થાય, નિર્ણય થાય. દા. ત. આચારના બે અંશ, બાહ્ય અને આભ્યન્તર. એટલે તે તે અંશે આચાર વસ્તુને વિચાર વ્યવહારનયથી તેમ નિશ્ચયનયથી થાય. વ્યવહારની દષ્ટિએ આચાર–કાયાદિથી બાહ્યા સારું આચરણ કરે તેને કહેવાય. નિશ્ચયદષ્ટિએ આચાર આત્માની આંતરિક શુદ્ધ આચરણપરિણતિને કહેવાય. એમ બીજા પણ શબ્દ નય-અર્થમય, જ્ઞાનનય–ક્રિયાનય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક, નૈગમનય-સંગ્રહનય વગેરે નાને જિનવચન બતાવે છે, એ ન લઈને પદાર્થનું અનેકાંતમય દર્શન કરાવે છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy