SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૪૬ વચનથી ભાવિત બનતાં જગતના જીવમાત્રને સુખકારી યાને અભયદાતા બની ગયા. - ચિલાતીપુત્ર અતિ રાગવશ શેઠની છોકરી ઉપાડી દેઓલે, અને એની પાછળ પડેલા બાપની પ્રત્યેના ક્રૂર સ્વભાવથી બિચારી છોકરીનું ડેકું કાપી નાખી એ આગળ ભાગ્યે. પરંતુ આગળ મુનિએ “ઉપશમ વિવેક સંવર’ એવું જિનવચન સંભળાવ્યું, તે એ વચનને એણે પિતાના દિલમાં ખૂબ પજળાવી દીધું, એ વચનથી ભાવિત થઈ ગયે, તે તરત ત્યાં સર્વ હિંસાદિ પાપને ત્યાગ કરી એ કાર્યોત્સર્ગ ધ્યાને ઊભે રહી ગયે. એના શરીર પરના લેહીથી ખેંચાઈ આવેલી હજારો કીડીઓએ એના શરીરને કરડી કરડી ચાળણુ જેવું કરવા માંડ્યું, છતાં જિનવચનના રંગથી એણે એ જીવને કાંઈ કર્યું નહિ, તો એ મરીને સદ્ગતિના સુખને ભાગી થયો. આમ જિનાજ્ઞાની ભૂતભાવના ચિંતવે. (૫) અનર્થ – જિનવચનની અનર્થતા યાને અમૂલ્યતાને ચિંતવે કે “અહે! આ જિનવચન કેટલું બધું અમૂલ્ય છે !” કહ્યું છે કે “રત્નાદિ કિંમતી દ્રવાળા મેટા રત્નાકર અને ત્રણ લેક સહિત સમસ્ત ઈતર શાસ્ત્રો એ પરમ પ્રભાવી જિનવચનની કિંમત આંકવા માટે કશા ઉપયોગી નથી. કેમકે જિનવચનની અમૂલ્યતા છે. એનું જે મૂલ્ય જ નથી આંકી શકાતું, તે પછી કેટલાની બરાબર એની કિંમતને આંક મૂકી શકાય?” સ્તુતિકારે પણ કહ્યું છે,
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy