SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ દયાનશતક सुविदियजगस्सभावो निस्संगो निष्भओ निरासोय । वेरग्गभावियमणो झाणंमि सुनिच्चलो होइ ॥३४॥ અર્થ- વૈરાગ્યભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારે, નિસંગ નિર્ભય અને આશા રહિત બની ધ્યાનમાં સુનિશ્ચિળ થાય છે. વિવેચન-વૈરાગ્યભાવનામાં ૫ વસ્તુ, (૧) સુવિદિત જગત્-સ્વભાવ, (૨) નિસંગતા (૩) નિર્ભયતા (૪) નિરાશંસતા (૫) તથવિધ ક્રોધાદિરહિતતા. (૧) સુવિદિત જગસ્વભાવ –ચરાચર જગતના સ્વભાવને સારી રીતે ઓળખી લીધું હોય. 'जगन्ति जङ्गमान्याहुर्जगद् ज्ञेयं चराचरम् ।' "जन्म मरणाय नियत, बन्धुदु:खाय, घनमनिर्वृत्तये।' तन्नास्ति यन्न विपदे। तथापि लोको निरालोक :॥' અર્થાત્ જેમાં પદાર્થો પ્રતિસમય નવા નવા પર્યાયોમાં જતા હોઈ જંગમ છે, એને જગત્ કહે છે. એ ચર અને અચર બે પ્રકારે જાણવું. મુક્તજીવો, આકાશ, રત્નપ્રભાદિ પૃથ્વીઓ મેરુ વગેરે પર્વતો, ભવને વિમાન વગેરે અચર છે, સ્થિર છે. બાકી સંસારી જીવો, તન-ધન વગેરે અસ્થિર છે, ચર છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy