________________
ધર્મધ્યાન
& આ દર્શનભાવના માટે આ પ્રમાણે શંકાદિ ૫ દેષોનું નિવારણ અને પ્રશ્રમ, પ્રશમ આદિ ૫ ગુણોનું પાલન જરૂરી છે. પ દેષો
૫ ગુણે ૧. શંકા
૧. પ્રશ્રમ ૨. કાંક્ષા
૨. સ્થ ૩. વિચિકિત્સા
૩. પ્રભાવના ૪. પ્રશંસા
૪. આયતનસેવા ૫. સંસ્તવ
૫. ભક્તિ સમ્યક્ત્વમાં ત્યાજ પ દોષ શંકા એટલે જિનવચન પર શંકા, દેશથી કે સર્વથી, અંશે કે સર્વથા. દા. ત. “આત્મા અસંખ્યપ્રદેશી હશે કે નિષ્પદેશી?” આ દેશશંકા “ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો કહ્યા પ્રમાણે હશે કે નહિ?” આ સર્વશંકા. શંકા ન કરાય, કેમકે એમાં મિથ્યાત્વ લાગે છે. શાસ્ત્ર મિથ્યાત્વના પ્રકાર બતાવ્યા છે, એમાં આભિગ્રહિક, અનભિગ્રહિક–સાંશયિક...એમ પ્રકાર બતાવ્યા, ત્યાં સંશય–શકોને પણ મિથ્યાત્વમાં ગયું કહ્યું છે,
'एकस्मिन्नप्यर्थे सन्दिग्धे, प्रस्ययोऽर्हति हि नष्ट :। मिथ्यात्वदर्शनं तत्, स चादिहेतुर्भवगतीनाम् ॥' सूत्रस्यैकस्यारोचनादक्षरस्य भवति नर:। मिथ्यादृष्टि : सूत्रं हि नः प्रमाणं जिनामिहितम् ॥'
–અર્થાત્ “સર્વજ્ઞના કહેલા એક પણ પદાર્થ પર શંકા થાય તે સર્વજ્ઞ અરિહંત પ્રભુ ઉપર વિશ્વાસ નષ્ટ થઈ ગયે ગણાય, એ મિથ્યાત્વનું દર્શન છે, અને એ સંસારની ગતિઓનું પ્રથમ કારણ છે.