________________
ફામિ સુધારું = ફામિ સુધરું = રૂચ્છામિ સુધ≤ =
હું સુકૃતને ઇચ્છું છું હું સુકૃતને ઇચ્છું છું હું સુકૃતને ઇચ્છું છું
ભાવાર્થ : આ મારી અરિહંતના અનુષ્ઠાનાદિક અનુમોદના ઉત્કૃષ્ટ ગુણયુક્ત અરિહંતાદિકના સામર્થ્યથી સમ્યક્ સૂત્રમાં કહેલી વિધિપૂર્વક થાઓ. કર્મના વિનાશને લીધે શુદ્ધ આશયવાળી થાઓ, સમ્યક્ ક્રિયા કરવાથી અંગીકારરૂપ થાઓ અને સમ્યક્ નિર્વાહ ક૨વાથી અતિચારરહિત થાઓ કારણ કે તે અરિહંતાદિક ભગવંતો રાગ-દ્વેષ રહિત અને સર્વજ્ઞ છે. તથા પ્રાણીઓના તે તે ઉપાય વડે ઉત્કૃષ્ટ કલ્યાણકારક અને ઉત્કૃષ્ટ કલ્યાણના હેતુ કારણરૂપ છે. અને હું તો મૂઢ, પાપી, અનાદિ મોહ સહિત અને પરમાર્થથી હિતાહિતનો અજાણ છું. તેથી તે અરિહંતાદિકના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર થાઉં, અને તેવો થઈ અહિતથી નિવૃત્તિ પામું, હિતમાં પ્રવર્તુ અને પોતાનું હિત જાણીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા વડે આરાધક થાઉં એટલા માટે હું સુકૃતને ઇચ્છું છું, ઇચ્છું છું, ઇચ્છું છું.
सूत्रम् - १
३३