________________
ગર્ભાનિ = સંક્લેશ ન હોય તો તિનિં = ત્રણ કાળ કરવા
ભાવાર્થ : તે તથાભવ્યત્વ આદિનો ઉદય થવાનાં - પરિપાક થવાનાં - પાકવાનાં આ ત્રણ સાધન એટલે ઉપાય છે. તેમાં એક તો (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મએ ચારનું શરણું કરવું. (૨) પાપકર્મની નિંદા કરવી અને (૩) સુકૃત કરણી કરવી અથવા તેની અનુમોદના કરવી. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ હંમેશાં મન, વચન અને કાયાની એકાગ્રતા વડે આ ચાર શરણ આદિક કરવાલાયક છે. તેમાં જો તીવ્ર રાગાદિક રૂપ સંક્લેશ પરિણામ હોય તો તેણે વારંવાર એ બાબતો કરવી. અને સંક્લિષ્ટ પરિણામ ન હોય તો તેણે તે ત્રણ કાળ કરવી.
मूलम् : (४) जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा अणुत्तरपुण्णसंभारा खींणरागदोसमोहा, अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरण्णा अरहंता सरणं ॥
सूत्रम्-१