________________
૧૭૮
શાંત સુધાર૩.
વળી આ જગત જેમાં જાતજાતના મત-ધર્મની રુચિ વ્યાપેલી છે, જેમાં અનેક પ્રકારના મત–પંથ વર્તી રહ્યા છે, તેમાં શોધી શેધીને શુદ્ધપંથને નિશ્ચય કર. હે વિનય ! આ મહાસુખને સદુપાય છે, તે તું સાંભળ. ૫.
ब्रह्मव्रतमंगीकुरु विमलं ।
बिभ्राणं गुणसमवायं ॥ उदितगुरुवदनादुपदेश ।
संगृहाण शुचिमिव रायं ॥ १० ६॥ અર્થ–વળી હું વિનય ! ગુણના સમુદાયને ધરનારા અર્થાત્ ઘણા ગુણવાળા નિર્મળ બ્રહ્મચર્યવ્રતને તું અંગીકાર કર, અને જે પ્રકારે શુદ્ધ દ્રવ્યને સંગ્રહ કરીએ છીએ, તેજ પ્રકારે સદ્ગુરૂ મુખકમળમાંથી નીકળેલા ઉપદેશ વચનામૃતને સમ્યક્ પ્રકારે ગ્રહણ કર. હે વિનય ! આ બધા શિવસુખપ્રાપ્તિના પરમ–ઉત્તમ ઉપાય છે, તે તું શ્રવણ કર. ૬.
संयमवाङ्मयकुसुमरसै रति
सुरभय निजमध्यवसाय ॥ चेतनमुपलक्षय कृतलक्षण
જ્ઞાનચરણગુણાય છે . ૭ અર્થ–શુદ્ધ સંયમને પવિત્ર ઉપદેશ કરનારા વીતરાગ પુરૂષનાં મુખકમલમાંથી ઝરેલાં જે વચનપુપે તેને રસ એલી, હે વિનય! તારા અધ્યવસાય સુવાસિત કર. અને એજ વચનપુપે ઝીલી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય-ઉપયોગ