SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આ મેષ મ. ભવને જ સંસાર ભાવના. ૮૯ કહેતા હતા કે પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું, તે લે આ માંસ. એમ મારા શરીરના ખડખંડ કટકા મેં અનંતીવાર ગળ્યા હતા. મઘની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી, મહાદુખથી કંપાયમાન કાયાએ અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર-રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંતવાર તે નર્કમાં મેં ભેળવી હતી. જેવી વેદના મનુષ્ય લેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતા વેદની નર્કને વિષે રહી હતી. સર્વ ભવને વિષે મેં અશાતા વેદની ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી. એ પ્રમાણે મૃગાપુત્રે વિરાગ્ય ભાવથી સંસાર પરિભ્રમણ દુઃખ કહ્યાં.” “એના ઉત્તરમાં માતા-પિતા બેલ્યાં કે હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે, તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં ગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખ નિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહિલું છે.” મૃગાપુત્રે કહ્યું –એ ખરું, પણ તમે વિચારે, કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું મૃગચર્યા હોય છે. તેને રેગ ઉન્ન થાય અને છે, ત્યારે તેનું વૈદું કેણ કરે સંયમ છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ; અને સત્તર ભેદેશુદ્ધ સંચમને રાગી થઈશ. બાર ભેદે તપ આદરીશ; અને મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે? એમ પુનઃ કહી તે બે,
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy