________________
‘-૨૭૮
૩
.
'
નવ્ય ઉપદેશ સપ્તતિકા. આદરવા નહીં. તે આ પ્રમાણે ધન ધાન્યના પ્રમાણનું અતિક્રમ ૧, ક્ષેત્ર અને વસ્તુના પ્રમાણનું અતિક્રમ ૨, રૂપ સેનાના પ્રમાણને અતિક્રમ ૩, કુપદ તે અન્ય ધાતુઓ તેના પરિમાણને અતિક્રમ , અને દ્વિપદ ચતુષ્પદના પરિમાણને અતિક્રમ ૫. અતિક્રમ એટલે કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું–વધારે રાખવું તે. અહીં પરિગ્રહ ઉપર તિલકશ્રેણીનું દષ્ટાંત આપ્યું છે. ૪૬.
હવે પાંચ ઈદ્રિના વિષયે ઉપર જુદા જુદા પાંચ કાવ્ય દષ્ટાંત સહિત વિસ્તારથી કહે છે. તેમાં પ્રથમ શબ્દ સંબંધી વિષય ઉપર કહે છેसंदं सुणित्ता महुरं अणिठं, करिज चित्तं न हुँ तुरुठं । सम्मि गीर्यस्स सैया सैरंगो, अकालमच्चु लहई कुरंगो ॥४७॥
મૂળાર્થ-ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ સાંભળીને મનને તુષ્ટ કે રૂણ નજ કરવું. કેમકે ગીતના રસમાં નિરંતર રસિક થયેલ કુરંગ–મૃગ અકાળ મૃત્યુને પામે છે. ૪૭.
ટીકાર્થ–મધુર એટલે મિષ્ટ અને અનિષ્ટ એટલે કર્ણ કટુક એવા શબ્દ સાંભળીને બુદ્ધિમાન પુરૂષે મનને તુષ્ટ કે રૂછ કરવું જ નહીં, અર્થાત્ મધુર અથવા કટુક શબ્દ સાંભળીને મનને તુષ્ટમાન કે રૂષ્ટમાન ન કરતાં સમભાવે રહેવું, કેમકે રાગ અને દ્વેષ એ સંસારના કારણ છે, માટે તેમને વર્જવા. પાછળના બે પાદવડે દષ્ટાંત કહે છે– ગીતના રસમાં સર્વદા રંગવાળે–રાગવાળ કરંગ–મૃગ બિચારે અકાળે સમય વિનાજ મૃત્યુને પામે છે. જે તે મૃગને તેવા પ્રકારને શબ્દ શ્રવણ કરવાને રસ ન હોય તે તે અકાળ મૃત્યુને કેમ પામે? પરંતુ તેની શ્રોત્ર ઇંદ્રિયને પ્રચાર દુનિવાર છે. અહીં શ્રોત્ર ઇન્દ્રિય ઉપર સુભદ્રાની કથા કહેલી છે. ૪૭.