________________
૭૬
નવ્ય ઉપદેશ સપ્તતિકા. બોલાવ્યા છે પરંતુ દુરશીળરૂપ કાદવથી લીંપાયેલ અને કામ જવરની ગરમીથી તપી ગયેલા તમને હું ધર્મોપદેશરૂપ જળવડે શાંતિ આપવા ઈચ્છું છું”રાણી બેલી કે-“હે સુંદર! તમે એકજવાર પિતાના અગના સંગથી મારા હદયની ઈચ્છા પૂર્ણ કરીને મને સંતુષ્ટ કરે.” ત્યારે કુમાર બોલ્યો કે તમે પૃથ્વપતિની પ્રિયા થઈને બીજાના અંગસંગમાં કેમ પ્રીતિને ધારણ કરે છે? હંસી કદાપિ કાદવવાળા જળનું સેવન કરે જ નહીં. જે ચોરની જેમ એકાંતમાં ગુપ્ત રીતે મૈથુન નનું સુખ સેવાય છે, તે પરિણામે દુઃખજ આપે છે, અને તેનું પરિણામ અત્યંત દારૂણ આવે છે. આ રીતે કુમારે કહ્યા છતાં પણ તેણુએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં, અને એટલું જ બેલી કે––
તીની પાસે જે તમે અંગીકાર કર્યું છે, તેનું પાલન કરે.” ત્યારે કુમાર બે કે-“આ જન્મમાં કદાપિ એ પ્રમાણે બનવાનું નથી, ઘણું કહેવાથી શું ફળ છે? જે રંભા, રતી કે પાર્વતી પિતે આવે તો પણ હું અન્ય સ્ત્રીને સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી.” આ પ્રમાણેના કુમારના અત્યંત મધુર ઉપદેશથી છેવટ તે રાણી પણ પ્રતિબોધ પામી અને સર્વે ધર્મમાર્ગને અવલંબી સદ્ગતિના ભાજન થયા. આ ચરિત્ર ટીકામાં ઘણું વિસ્તારથી આપેલું છે. ૪૫.
હવે પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત કહે છે – जे पावकारीणि परिग्गहाणि, मेलति अञ्चंतदुहावहाणि । तेसि कहं हुंति जैए सुहाणि, सया भविस्संति महादुहाणि ॥४६॥ - મૂળાથે–જે મનુષ્ય પાપને ઉત્પન્ન કરનારા અને અત્યંત દુઃખને વહન કરનારા પરિગ્રહોને મેળવે છે તેને સંચય કરે છે, તેઓને જગતમાં સુખ કેમ થાય? તેમને તે નિરંતર ઘણું દુઃખેજ પ્રાપ્ત થાય છે. ૪૬.