________________
નવ્ય ઉપદેશ સતિકા.
-
૩
पूया जिणाणं सुगुरूण सेवणं, धम्मरकराणं सवणं वियारणं । तवोबिहाणं तह दीनदापणं, सुसावयाणं बहुपुन्नभायणं ॥२६॥ * મૂળાર્થ-જિનેશ્વરની પૂજા, સદ્ગુરૂની સેવા, ધર્મશાસનું શ્રવણ, તેને વિચાર, તપસ્યા કરવી તથા દાન આપવું અને અપાવવું એ સર્વ સુશ્રાવકને ઘણું પુણ્યનું પાત્ર-સ્થાન–કારણ છે. ર૯.
ટીકાથ–રાગદ્વેષને જીતનારા શ્રી જિનેશ્વરેની અષ્ટ પ્રકારે, સત્તર પ્રકારે તથા એકવીશ પ્રકારે સિદ્ધાંતમાં વર્ણવેલી પૂજા અથવા - દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પૂજા કરવી. તથા જે સારી રીતે તત્વમાર્ગને ઉપદેશ આપે તે ગુરૂ કહેવાય છે, તેમની સેવાપર્યું વાસના કરવી. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનને વિષે કહ્યું છે કે –
"अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासणदापणं । ગુમત્તિમાકુરૂસા વિ વિયાદિ ” .
“ગુરૂને આવતા દેખીને ઉઠીને ઉભા થવું, હાથ જોડવા, તેમજ આસન આપવું એ ગુરૂભક્તિ કહેવાય છે, અને તેમનો વિનય કરવો એ ભાવ શુશ્રષા કહેવાય છે.” આ પ્રમાણે ગુરૂની સેવાને કમ અંગીકાર કરે. તથા ધર્મમય અક્ષરનું નિરંતર શ્રવણ કરવું. સદ્દગુરૂની સેવાનું એજ ફળ છે. આ રીતે કરવાથી શ્રાવકપણું યથાર્થ ઘટી શકે છે. ત્યારપછી તેને વિચાર કરે. શાસ્ત્રશ્રવણનું ફળ એજ છે કે તત્વને વિચાર કરે; કેમકે વિચાર કરવાથી જ બુદ્ધિના ગુણો પ્રગટ થાય છે. બુદ્ધિના ગુણે આ પ્રમાણે છે –
"शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा।
ऊहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः॥" .. ૧ ઉપર જણાવેલા દેને તે બેમાં સમાવેશ થઈ જાય છે.