________________
નવ્ય ઉપદેશ સાતિકા.
૪૫
લેવુ. ) જૈનધર્મ ને આદરવાથી શીઘ્રપણે દુ:ખનો પાર પમાય છે. અહીં શ્રી જ્ઞાતાધર્મ કથા નામના સૂત્રમાં કહેલ ચાવચ્ચાપુનું ચરિત્ર આપેલું છે. ર૭
હવે વિષયેાની અનિત્યતાને તથા તેમને વિષે આસક્તિના નિષેધને કહે છે
२
૪
असासएसुं विसएस सज्जो, जो मुझई मिच्छप
जो ।
9.
૧૩
HE
१२
सो चंद ररकक दहिजा, चिंतामणि कायकए गमिज्जा||२८||
મૂળા—અશાશ્વતા વિષયામાં આસક્ત થયેલા જે અનાર્ય મનુષ્ય મિથ્યાત્વ માર્ગને વિષે માહ પામે છે, તે મનુષ્ય રાખને માટે ચંદનને ખાળે છે, અને કાચને માટે ચિંતામણિ રત્નને ગુમાવી દે છે–ફેકી દે છે. ૨૮.
ટીકા અશાવતા એટલે સ્વલ્પ કાળ રહેનારા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના વિષયામાં સજજ–સાવધાન થયા છતા જે અનાર્ય —મૂર્ખ માણસ મિથ્યા માર્ગ માં અતાત્ત્વિક માર્ગમાં મેહુ પામે છે, ( શીઘ્રપણે હેય ધર્મથી-પાપથી જે દૂર થાય તે આ કહેવાય છે, તેનાથી જે વિપરીત તે અનાર્ય કહેવાય છે. ) અર્થાત્ જે પુરૂષ દીક્ષા લઇને પણ પાછે વિષયાને વિષે આસક્ત થાય છે તેને કેવા જાણવા ? તે ઉપર કહે છે કે—તે પુરૂષ રક્ષા ભસ્મને માટે ચંદનના કાષ્ટને બાળી નાંખે છે, તથા કાગડાને ઉડાડવા માટે અથવા કાચના સંગ્રહ કરવા માટે ચિંતામણિ રત્નને ગુમાવી દે છે. આ અને પ્રગટ કરવા માટે અનેક શ્રાવકાને પ્રસન્ન કરનાર શ્રી ઇલાપુત્રતું ચરિત્ર આપેતુ છે. ૨૮
હવે શ્રાવકના વિશુદ્ધ આચાર પ્રગટ કરવા માટે કહે છે.—