________________
નવ્ય ઉપદેશ સાતિકા.
મૂળા—ઘણા શ્રુતને જાણનાર તથા ગુણના સાગરરૂપ ગુરૂનું નિરંતર શરણુ પામીને, પરમાર્થને પૂછીને, તથા મેાક્ષમાર્ગ અને ધર્મને જાણીને યાગ્ય આચરણ કરવું જોઇએ. ૨૨.
૪.
ટીકા-ઘણું શ્રુત-સૂત્ર જેને વિષે તે બહુશ્રુત’કહેવાય. એવા મહુશ્રુત ગુરૂનુ એટલે બહુશ્રુત હાવાથી તત્ત્વના ઉપદેશ કરનારનું શરણ નિરંતર પામીને, તે ગુરૂ કેવા છે ? જ્ઞાનાદિક ગુણાના સમુદ્ર-ભતે ડાર સમાન એવા ગુરૂને અર્થ–પરમાર્થ પૂછવા, તથા માક્ષમાર્ગ નેકર્મ બંધથી મુક્ત થવાના માર્ગને પૂછવા, કારણ કે ગુરૂની સેવા કયા વિના જીવને તત્ત્વમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લ ભજ છે, તેથી બહુશ્રુત ગુરૂને પૂછવા વડે ધર્મના સ્વરૂપને જાણીને શ્રાવકે જે આત્માને યાગ્યહિતકારક હાય તેનું આચરણ કરવું. તે વિષે ભગવતી સૂત્રમાં ગાતમ સ્વામીના પ્રશ્ન અને શ્રીવીરભગવાનના જવાખ આ પ્રમાણે છે:— “ હે ભગવન્ ! તેવા ( બહુશ્રુત ) સાધુ અથવા માહણુની પર્યું`પાસના કરનારને તે સેવાથી શું ફળ પ્રાપ્ત થાય ? હે ગૈાતમ ! (ધર્મ) શ્રવણ કરવા રૂપ ફળ થાય. હે ભગવન્ ! ( ધર્મ ) શ્રવણુ કરવાનું શું ફળ ? હે ગાતમ ! જ્ઞાનરૂપ ફળ હું ભગવન્ ! જ્ઞાનનું શું ફળ ? હું ગાતમ ! વિજ્ઞાન થાય તે ફળ. હે ભગવન્ ! વિજ્ઞાનનું શું ફળ ? પચ્ચખાણ રૂપ ફળ. હે ભગવન્ ! પચ્ચખાણનું શુ ફ્ળ ? સંયમ ફળ. હે ભગવન્ ! સંયમનું શું ફળ ? અનાશ્રવ-આશ્રવ રહિતપણું પ્રાપ્ત થાય તે ફળ એજ પ્રમાણે અનાશ્રવનું ફળ તપ, તપનું ફળ નિરા, નિર્જરાનું ફળ ક્રિયા રહિતપણું અને છેવટે હું ભગવન્ ! ક્રિયા ૨હિતપણાનુ શુ ફળ ? હું ગતમ! ક્રિયા રહિતપણાનું મેાક્ષ ફળ છે. છ અહીં ગુસેવા ઉપર જયંતી શ્રાવિકાની કથા આપેલી છે. ૨૨ ઉપરના શ્લોકમાં મહુશ્રુતની સેવા કલ્યાણકારી છે એમ કહ્યુ,